rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમને પણ વારંવાર પેશાબ જવુ પડે છે,જાણો વારંવાર Urine આવવાના શું છે કારણ ?

urine
, સોમવાર, 16 જૂન 2025 (08:59 IST)
urine
 
શું તમે જાણો છો કે તમારો પેશાબ તમારી ઓવરઓલ હેલ્થ બતાવે છે? પેશાબના રંગથી લઈને તમે દિવસમાં કેટલી વાર પેશાબ કરો છો તે બધું તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું  છે. મોટેભાગે લોકો આ સવાલ પૂછે છે કે એક વારમાં કેટલો યૂરીન પાસ કરવો જોઈએ? જો એક દિવસમાં ખૂબ વધુ પેશાબ થાય છે, તો શું તે નોર્મલ છે? તો ચાલો જાણીએ કે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ અને વારંવાર પેશાબ કયા કારણોસર થઈ શકે છે ?
 
કેટલી વાર પેશાબ જવું નોર્મલ છે ? 
એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 4 થી 7 વખત પેશાબ કરે છે. 24 કલાકમાં લગભગ 6-8 વખત પેશાબ કરવો પણ સામાન્ય માનવામાં આવે છે. બીજી બાજુ, જે લોકો દિવસમાં ૩ થી 5 લિટર પાણી પીવે છે તેઓ આનાથી વધુ પેશાબ કરી શકે છે.
 
શું દિવસ દરમિયાન વારંવાર પેશાબ જવું સામાન્ય છે?
ના, જો તમે એક દિવસમાં વારંવાર પેશાબ કરવા જાવ છો તો તે સામાન્ય નથી. જો તમને દિવસમાં 8 થી 10 વખતથી વધુ પેશાબ કરવો પડે છે, તો તે સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. આ સ્થિતિને વારંવાર પેશાબ કરવો અથવા ઓવરએક્ટિવ બ્લેન્ડર  કહેવામાં આવે છે.
 
વારંવાર પેશાબ આવવાના કારણો
 
યૂરીન ઈન્ફેકશન : સ્ત્રીઓ અને બાળકોમાં વારંવાર પેશાબ થવાનું સૌથી સામાન્ય કારણ યૂરીન ઈન્ફેકશન છે.
 
ડાયાબિટીસ: ડાયાબિટીસને કારણે શરીરમાંથી વધારાનું ગ્લુકોઝ બહાર કરવા માટે વધુ પેશાબ ઉત્પન્ન કરે છે.
 
પ્રોસ્ટેટ ગ્રંથિનું વધવું : 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં આ એક સામાન્ય કારણ છે, જ્યાં મોટું પ્રોસ્ટેટ મૂત્રાશય પર દબાણ નાખે છે.
 
મૂત્રાશયમાં પથરી અથવા ઈન્ફેકશન : આ વારંવાર પેશાબ થવાનું કારણ પણ બની શકે છે.
 
ગર્ભાવસ્થા: ગર્ભાવસ્થા દરમિયાન, મોટું ગર્ભાશય મૂત્રાશય પર દબાણ લાવે છે, જેના કારણે સગર્ભા સ્ત્રીઓ વધુ વખત પેશાબ કરે છે.
 
ડૉક્ટરને ક્યારે બતાવવું ?
 
જો તમે દિવસમાં 8-10 વખતથી વધુ પેશાબ કરો છો.  અને જો તમને  રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે કે તમને પેશાબ કરતી વખતે દુ:ખાવો કે બળતરા થાય છે અથવા પેશાબનો રંગ કે ગંધ બદલાઈ ગયા છે. જો તમને આ લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15 જૂનનુ રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે સૂર્યદેવની કૃપા