Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પથરીથી પરેશાન છો તો અપનાવો આ સહેલા ઘરેલુ ઉપચારો

પથરીથી પરેશાન છો તો અપનાવો આ સહેલા ઘરેલુ ઉપચારો
, મંગળવાર, 22 સપ્ટેમ્બર 2015 (16:29 IST)
પથરીની સમસ્યા આજકાલ સામાન્ય થતી જઈ રહી છે. જ્યા પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા. ત્યા આજકાલ દરેક બીજા વ્યક્તિને પથરીની બીમારી થઈ જાય છે. પથરી એક એવી બીમારી છે જેમા રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે. સામાન્ય રીતે પથરી દરેક વયના લોકોને થઈ શકે છે. પણ છતા પણ આ બીમારી મહિલાઓ કરતા પુરૂષોમા વધુ તકલીફ આપનારી હોય છે. 
 
પથરીના લક્ષણ 
 
કબજિયાત કે ઝાડા સતત થવા, ઉલ્ટી જેવુ લાગવુ, થાક, તીવ્ર પેટમા દુ:ખાવો થોડા મિનિટોમા કે કલાકો સુધી રહેવુ.  મૂત્ર સંબંધી સમસ્યા સાથે જ તાવ, કપકપી, પરસેવો આવવો, પેશાબ સાથે દુખાવો થવો. વારેઘડીએ એકદમ પેશાબ આવવી. રોકાય રોકાઈને પેશાબ આવવી. રાત્રે વધુ પેશાબ આવવી.  મૂત્રમાં લોહી પણ આવી શકે છે. પેશાબનો રંગ અસામાન્ય રહેવો. 
 
પથરીની કેટલીક ઘરેલુ દેશી સારવાર 
 
1. રોજ એક ગાજર ખાવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી પણ બહાર નીકળી જાય છે. 
2. તુલસીના બીજ કે હિમજીરા દાનેદાર ખાંડ અને દૂધ સાથે લેવાથી પથરી નીકળી જાય છે. 
3. જીરાને મિશ્રી કે મધ સાથે લેવાથી પથરી ઓગળીને પેશાબ સાથે નીકળી જાય છે. 
4. મૂળાને ખોખલુ કરીને પછી તેમા વીસ-વીસ ગ્રામ ગાજર બીટના બીજ ભરી દો. ત્યારબાદ મૂળાને શેકી લો અને બીજ કાઢીને વાટી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણી સાથે એક મહિના સુધી પીતા રહો. પથરીમાં ફાયદો મળશે. 
 
આ પણ છે ઉપાયો પથરી બહાર કાઢવાના 
 
1. સરગવાનું શાક ખાવાથી કિડનીની પથરી તૂટીને બહાર નીકળી જાય છે. 
2. પાકેલા જાંબુ ખાવાથી પથરી રોગમાં આરામ મળે છે. 
3. આમળાનું ચૂરણ મૂળા સાથે ખાવાથી મૂત્રાશયની પથરીમાં લાભ થાય છે. 
4. પથરીના રોગીઓએ ટામેટાના સેવન પર સંયમ મુકવો જોઈએ. 
5. એક દિવસમાં ઓછામાં ઓછુ બે થી ત્રણ લીટર પાણી પીવો 
6. કેરીના પાનને છાયડામાં સુકવીને એકદમ ઝીણા વાટી લો અને આઠ ગ્રામ માત્રામાં રોજ પાણી સાથે લો. 
 
પથરીથી કેવી રીતે બચી શકાય ?
 
1. આહારમાં પ્રોટીન નાઈટ્રોજન અને સોડિયમની માત્રા ઓછી હોય 
2. ચોકલેટ સોયાબીન મગફળી પાલક વગેરેનું સેવન વધુ ન કરો 
3. જરૂર કરતા વધુ કોલ્ડડ્રિંક્સ પણ નુકશાન પહોંચાડી શકે છે 
4. વિટામિન સી વાળી વસ્તુઓના વધુ સેવનથી બચો. 
5. ફળોનો રસ પીવાથી પથરીનું સંકટ ઓછુ થાય છે 
6. મહિનામાં પાંચ દિવસ એક નાની ચમચી અજમો લઈને તેને પાણીથી ઓગળી જાવ. 

Share this Story:

Follow Webdunia gujarati