Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Muscle Pain થી છુટકારો આપાવશે અ અ 6 ઘરેલુ ઉપાય

Muscle Pain થી છુટકારો આપાવશે અ અ 6 ઘરેલુ ઉપાય
, સોમવાર, 26 ઑગસ્ટ 2019 (17:23 IST)
સ્ટ્રેસ અને આખો દિવસ કામ  કરવાને લીધે બૉડીમાં પેન થવા માંડે છે.  પેનથી છુટકારો મેળવવા માટે અનેકવાર તમે દવાઓનુ પણ સેવન કરતા  હશો.  દવાઓને બદલે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો પણ ઉપયોગ પણ તમને આ બોડી પેનથી છુટકારો મેળવી શકો છો.  જેવી કે.. 
 
આદુ 
 
બોડી પેનને દૂર કરવા માટે આદુ ખૂબ લાભકારી હોય છે. આદુમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. શરીરના દુખાવાને ઓછો કરવા માટે 1 કપ પાણીમાં 2-3 ટુકડા પાણી ઉકાળો.  ઠંડુ થયા પછી પાણીમાં મધ નાખીને તેને સવાર સાંજ પીવો તેનાથી તમારા શરીરના દુખાવામાં ઘણી રાહત મળશે. 
 
તજ 
 
તજના અનેક સ્વાસ્થ્ય લાભ હોય છે.  આ જડી બુટી શરીરમાં દુખાવાથી તરત રાહત અપાવવામાં મદદ કરે છે.   તેનો ઉપયોગ કરવા માટે 1 ગ્લાસ કુણા પાણીમાં 1 નાની ચમચી તજ મિક્સ કરીને પીવો. તમે ચાહો તો તેની પ્રોપર ચા બનાવીને પણ પી શકો છો. 
 
હળદર 
 
હળદરમાં એંટેરે-ઓક્સીડેટ ગુણ જોવા મળે છે.  1 નાની ચમચી હળદર દૂધમાં મિક્સ કરીને રોજ સૂતા પહેલા પીવો. આખા દિવસનો થાક અને બદન દર્દમાં રાહત મેળવવાનો આ સૌથી જૂની અને સારી રીત છે. 
 
સરસવનુ તેલ - 2 ચમચી સરસવના તેલમાં લસણની 5 કળીઓને ગરમ કરી લો. તેલ ઠંડુ થયા પછી દુખાવાના સ્થાન પર મસાજ કરો. 
 
લવિંગ - ચા બનાવતી વખતે 2 થી 3 લવિંગ સાથે નાખી દો.  કાળા મરે અને થોડો આદુ વાટીને પણ સાથે નાખી દો.  સાંજના સમય આ ચા ને પીવાથી આખા દિવસના થાકથી તમને રાહત મળશે. 
 
 
અજમો -  ગરદન અને પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે સેકેલા અજમાની પોટલી તૈયાર કરી લો. રાત્રે સૂતા પહેલા આ પોટલી દ્વાર દુખાવાના સ્થાન પર સેક કરો.  થોડાક જ દિવસમાં તમને દર્દથી છુટકારો મળી જશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- વેજ મેન્ચુરિયન રેસીપી