Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Summer Care - ગરમીથી બચવા ઘરની બહાર જતાં પહેલાં આટલુ કરો

Summer Care - ગરમીથી બચવા ઘરની  બહાર જતાં પહેલાં આટલુ કરો
* ખાસ કરીને પાણીમાં ફેરફાર આપણા શરીર પર દુષ્પ્રભાવ છોડે છે. તેનાથી બચવા માટે તમારી સાથે ઉકાળેલું પાણી રાખો કે પછી સાદા પાણીમાં હળદરની એક ગાંઠ નાંખી રાખો.

*જ્યારે પણ બહાર નીકળો  તો તમારી સાથે ખાંડ, મીઠુ  ખાવાના સોડાને અવશ્ય રાખો. જ્યારે વધારે પડતો જીવ ગભરાય કે ગરમી લાગે તો એક કપ પાણીમાં એક ચમચી ખાંડ, લીંબુનો રસ અને એક ચપટી સોડા ભેળવીને પી લો. લીંબુ ચુસશો તો તે પણ ફાયદાકારક રહેશે. સાદા મીઠાવાળુ પાણી પણ વારંવાર પીવાથી તમને ગરમીની વધારે મુશ્કેલી નહિ રહે.
webdunia

* સિંધાલુણ અને અજમો : જો તમને વધારે પડતું પીત્ત પડવાની મુશ્કેલી હોય તો પોતાની સાથે સિંધાલુણ અને અજમો ભેળવીને રાખી મુકો અને બે ત્રણ વખત ખાવ.

* ડુંગળી : લૂથી બચવા માટે પોતાના પોકેટમાં એક ડુંગળીને રાખો અને તેને વારંવાર સુંઘવાથી લૂ નહિ લાગે.
webdunia

* કાચી કેરીનું પનુ : કાચી કેરીને ઉકાળીને તેને ઠંડી કરી લો. ઠંડા પાણીમાં તેના ગર્ભને મેશ કરીને ગાળી  લો. થોડીક હિંગ, વરિયાળી, જીરૂ શેકીને દળી લો. સુકાયેલ ફુદીનો, ખાંડ અને સિંધાલુણને આ શરબતમાં ભેળવીને તડકામાં જતા પહેલાં પીવાથી લૂ નહિ લાગે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરે જ બનાવો આલુ કચોરી (બટાકાની કચોરી)