Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વરસાદની પરેશાનીઓથી બચાવે આ 5 ઉપાય

વરસાદની પરેશાનીઓથી બચાવે આ  5 ઉપાય
, ગુરુવાર, 30 જૂન 2016 (01:05 IST)
વરસાદની ઋતુ  ખૂબ સુહાની અને લોભામણી હોય છે. આ મૌસમમાં આઉટિંગ અને ખાવા-પીવાની તો મજા છે જ આ ઉપરાંત આ મૌસમમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જેથી મૌસમની મજા અને રોમાંચ ઓછો  ન થાય. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલાક એવા જ ટિપ્સ જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. 
1. પાણી ઉકાળીને પીવું- વરસાદના દિવસોમાં રોગોનુંં  સંક્રમણ વધારે હોય છે અને અદ્રશ્ય  જીવાણુ આસપાસ રહે છે. આ રીતે બેક્ટીરિયા સૌથી વધારે ભેજવાળી જગ્યાએ અને પાણીમાં રહે છે. આથી પાણીને હમેશા ઉકાળીને પીવું. જેથી રોગનું ખતરો ઓછો થઈ જશે. 

2. ખુલ્લા ખાદ્ય પદાર્થથી બચવું- આ મૌસમમાં જીવાણુ અને બેક્ટીરિયા વધારે ફેલાય છે. જે ખુલી વસ્તુઓને સંક્રમિત કરે છે. એવી વસ્તુઓને ખાવાથી બચવું,  જે ખુલ્લામાં રાખેલી હોય.
webdunia

3.  ગરમ પીણાનું સેવન - વરસાદની ઋતુમાં ગરમ પેય પદાર્થોનું  સેવન ઘણું  લાભદાયી હોય છે. આદું અને તજ વાળી ચા , કૉફીનું સીમિત અને વિભિન્ન પ્રકારના સૂપનું  સેવન કરી શકો છો. એ ગરમ હોવાથી એમાંથી બેક્ટીરિયા ખતમ થઈ જાય છે. અને ગળાની તકલીફ ઓછી થતા શરીરમાં ગર્માહટ આવે છે. 
webdunia
 

4. મૌસમી ફળ ખાવો- મૌસમી ફળનું સેવન- મૌસમી રોગ અને જીવાણુઓના સંક્રમણ થી તમારી રક્ષા કરે છે. એનું દરરોજ  સેવન ઘણા રોગોથી બચાવમાં કારગર ઉપાય છે. 
webdunia

5. ફળોને કાપીને ન મુકો - મૌસમી ફળને ક્યારે પણ કાપીને ન મુકશો. તમને જ્યારે ફળ ખાવું હોય ત્યારે તરત જ કાપો. ફળને કાપીને રાખવાથી ભેજના કારણે બેક્ટીરિયાનું  સંક્રમણ ઉત્પન્ન કરે છે. જેથી તમે બીમાર થઈ શકો છો. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીવો 1 કપ આદુંનું જ્યૂસ, મળશે ગઠિયા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી છુટકારો