Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips: શુ તમે પણ દહી સાથે ડુંગળી ખાવાની ભૂલ કરો છો તો જાણી લો નુકશાન

curd onion
, બુધવાર, 25 મે 2022 (00:03 IST)
Health Tips: ગરમીમાં લોકો ઠંડી વસ્તુઓ ખાવી પસંદ કરે છે. દહીથી બનેલુ રાયતુ લોકો ખૂબ પસંદ કરે છે. ઘણા લોકો દહીમાં ડુંગળી નાખીને ખૂબ ટેસ્ટ લઈને ખાય છે.  આવુ કરવાથી અનેક પરેશાનીઓ ઉભી થઈ શકે છે.  દહી સાથે અનેક વસ્તુઓ ખાવાની મનાઈ છે. તેથી આ વસ્તુઓનુ પણ ભૂલથી પણ સેવન ન કરવુ જોઈએ. 
 
આવો જાણીએ દહી સાથે કંઈ કંઈ વસ્તુયો અને વસ્તુઓનુ સેવન આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. 
 
દહી સાથે ક્યારેય ન ખાશો આ 6  વસ્તુઓ 
 
દહીમાં ડુંગળી - દહીમાં ડુંગળી નાખીને ખૂબ પ્રેમથી ખાવ છો. આવુ કરવાથી અનેક પરેશાનીઓ થઈ શકે છે. દહી સાથે ડુંગળી નાખીને ખાવાથી એસીડિટી,  ઉલ્ટી, એક્ઝીમા અને સોરાયસિસ જેવી પરેશાની થઈ શકે છે. 
 
કેરી અને દહી - કેરી અને દહીને પણ ભૂલથી એક સાથે ન ખાશો. બંને શરીર માટે ટૉક્સિન બની જાય છે. કારણ કે તેમની તાસીર એકબીજાથી એકદમ જુદી છે 
 
અડદની દાળ - દહી સાથે અડદની દાળ બિલકુલ પણ ન ખાવી જોઈએ. બંને પેટમાં જઈને શરીરને ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
દૂધ અને દહી - દૂધ અને દહી બંને એક સાથે ન ખાવા જોઈએ. આવુ કરવાથી એસીડિટી, ગેસ અને ઉલ્ટીની સમસ્યા સાથે જ ડાયજેશનમાં પણ મુશ્કેલી થઈ શકે છે 
 
ફિશ અને દહી - ફિશને પણ દહી સાથે ન ખાવી જોઈએ. તેનાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. 
 
તળેલી વસ્તુઓ - સામાન્ય રીતે ઘરમાં આપણે જોઈએ છીએ કે પરાઠા સાથે દહી ખાવાનુ લોકો પસંદ કરે છે, પણ આવુ ન કરવુ જોઈએ. તેનાથી પાચન પર અસર પડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Brother's Day 2022 Wishes Images, Quotes: આજે છે બ્રધર્સ ડે, તમારા ભાઈને આ રીતે આપો શુભેચ્છા