Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સતત પાંચ-છ કલાક બેસી રહીને કામ કરતા સવારની એક કલાકની કસરત ધોવાઇ જાય છે

સતત પાંચ-છ કલાક બેસી રહીને કામ કરતા સવારની એક કલાકની કસરત ધોવાઇ જાય છે
, શનિવાર, 7 માર્ચ 2015 (15:26 IST)
બેઠાડુ જીવનશૈલી વધી છે ત્‍યરથી ડોકટરો સલાહ આપે છે કે દિવસમાં ઓછામાં ઓછું પોણોથી એક કલાક વોકિંગ કે જિમમાં એકસરસાઇઝ કરવાનું રાખો. હવે હેલ્‍થ-કોન્‍શ્‍યસ લોકો આ બાબતને ફોલો કરવા પણ લાગ્‍યા છે. જોકે અમેરિકાની મેડિકલ કોલેજ ઓફ વિસ્‍કોન્‍સિનના સાયન્‍ટિસ્‍ટોનું કહેવું છે કે જો રોજ એક કલાક જિમિંગ કર્યા પછીયે તમે જો દિવસમાં સતત પાંચથી છ કલાક બેસી રહીને કામ કરતા હો તો કસરતના ફાયદા ધોવાઇ જાય છે. બેઠાડુ જીવનથી હાર્ટ-ડિસીઝ અને સ્‍ટ્રોકનું રિસ્‍ક વધે છે.

      અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે, દિવસમાં જેટલા કલાક વ્‍યકિત બેઠાડુ પ્રવૃત્તિ કરે છે એનાથી રક્‍તવાહિનીઓમાં ચરબી જમા થવાનું રિસ્‍ક ૧૪ ટકા જેટલું વધે છે એટલું જ નહીં, જો આ જ લાઇફસ્‍ટાઇલ ચાલુ રાખવામાં આવે તો જિમમાં વર્કઆઉટ કરી લેવાથી રક્‍તવાહિનીઓને થયેલું નુકસાન ભરપાઇ થઇ શકતું નથી. રિસર્ચરોએ એવરેજ ૫૦ વર્ષની ઉંમર ધરાવતા ૨૦૩૧સ્ત્રી-પુરૂષોની હાર્ટ-હેલ્‍થ, એક્‍ટિવિટી-લેવલ અને કસરત કરવાની આદત તપાસીને નોંધ્‍યું હતું કે એવરેજ એડલ્‍ટ વ્‍યકિત રોજના બેથી ૧૨ કલાક બેસીને ગાળે છે. રક્‍તવાહિનીઓમાં સંકોચન અને ચરબી જમા થવાનું પ્રમાણ બેઠાડુ પ્રવૃત્તિના કલાકોના ગુણોત્તરમાં વધતું જાય છે.

      આ બધામાં લાલ બત્તી સમાન વાત એ છે કે કલાકો બેઠાડુ પ્રવૃત્તિ કર્યા પછી જિમમાં પસીનો પાડી લેનારાઓ કે રેગ્‍યુલર રનિંગ કરનારાઓમાં પણ હાર્ટ-ડિસીઝનું રિસ્‍ક ઓછું નથી થતું. મતલબ કે લાઇફ-સ્‍ટાઇલ ચેન્‍જ કરવા સિવાય હાર્ટને હેલ્‍ધી બનાવવાનો બીજો કોઇ વિકલ્‍પ નથી.

Share this Story:

Follow Webdunia gujarati