Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Care - ગરમીમા આઈસ્કીમ ખાવાનો શોખ છે તો આ જરૂર વાંચો

Health Care - ગરમીમા આઈસ્કીમ ખાવાનો શોખ છે તો આ જરૂર વાંચો
, મંગળવાર, 18 એપ્રિલ 2017 (11:18 IST)
જેવી ગરમીની ઋતુ શરૂ થાય છે કે પંજાબના દરેક શહેર, ગામ,  ગલી-મહોલ્લામાં આઈસક્રીમ અને કુલ્ફીયો વેચનારા સામાન્ય રીતે બધે જ જોવા મળે છે. રોજ બાળકો, વૃદ્ધો, જવાન અને મહિલાઓ પણ આનો આનંદ લે છે. પણ કોઈએ ક્યારેય વિચાર્યુ નહી હોય કે બજારમાં વેચાનારા કેટલાક સારા બ્રાંડ્સને છોડીને અન્ય બ્રાંડસની જે આઈસ્ક્રીમ ને કુલ્ફીયો વગેરે વેચાય રહી છે તે કેવી રીતે બને છે અને માનવ શરીરને કેટલુ નુકશાન પહોંચાડે છે. 
 
શુ છે ગોરખઘંધો 
 
આ સંબંધમાં વેબદુનિયા દ્વારા એકત્ર કરવામાં આવેલ માહિતીમાં અનેક પ્રકારના સનસનીખેજ પુરાવા સામે આવ્યા છે. સૂત્રો મુજબ શહેરો, ગામ અને કસ્બામાં જે લોકો સાઈકલ અને લારીઓ પર કુલ્ફીઓ વેચે છે તેમને બનાવવા માટે કથિત રૂપે મિલાવટી દૂધ, ખતરનાક રંગ અને ખાંડના સ્થાન પર સૈકરીન નામના કેમીકલનો પ્રયોગ કરવામાં આવે છે. એ પણ ઉલ્લેખનીય છે કે મોટાભાગના આ વેપાર્થી સંબંધિત લોકો જે ફ્રેમમાં કુલ્ફીયો વગેરે તૈયાર કર છે તેમને કાટ લાગેલો હોય છે. જે પાણી આ પદાર્થોને તૈયાર કરવા માટે વાપરવામાં આવે છે તેની સફાઈ પર ધ્યાન આપવામાં આવતુ નથી. સૂત્રો મુજબ દૂધને ઘટ્ટ કરવા માટે કથિર રૂપે લિટમસ પેપર અને અનેક પ્રકારના તેલ અને કેમીકલનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.  આઈસક્રીમ બનાવવા માટે મોટાભાગના લોકો દ્વારા જે ડ્રાઈફ્રૂટનો પ્રયોગ કરવામાં આવે છે તે ખરાબ ક્વાલિટીનો હોય છે. 
 
કોઈની પાસે નથી કોઈ પણ સર્ટિફિકેટ 
 
આ ઉપરાંત બ્રાંડેડ આઈસક્રીમના પેકેટ છોડીને કોઈપણ અન્ય પૈકિંગ પર એક્સપાયરઈ ડેટ નથી લખેલી હોતી. માહિતી મુજબ આવા પદાર્થ તૈયાર કરનારા મોટાભાગના લોકો કથિત રૂપે વિવિધ ફ્રૂટ ફ્લેવર્સના સૈંટનો પ્રયોગ પણ કરી રહ્યા છે.  આ બધા છતા જનતાના આરોગ્ય સાથે સંબંધિત આવા પદાર્થોની તૈયારી કરવા માટે કાયદેસર સંબંધિત વિભાગ પાસેથી સર્ટીફિકેટ લેવુ પડે છે. 
 
પણ કોઈની પાસે પણ આ સર્ટિફિકેટ નથી હોતુ. આ રીતે આ કૈમિકલો અને અન્ય મિલાવટથી તૈયાર થનારી આવી વસ્તુઓ ઠંડી ઝેર પ્રમાણિત થઈ રહી છે અને આ બધુ કેટલાક વિભાગ સામે થઈ રહ્યો છે. પણ સંબંધિત વિભાગ ખબર નહી ક્યારે કુંભકર્ણની ઊંઘમાંથી જાગશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કેવી રીતે લોખંડનો તવો સાફ કરવું