Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips- શુદ્ધ દેશી ઘીના આયુર્વેદિક ફાયદા

Health Tips- શુદ્ધ દેશી ઘીના આયુર્વેદિક ફાયદા
, રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (07:31 IST)
* એક ચમચી શુદ્ધ ઘી, એક ચમચી દળેલી ખાંડ, ચોથો ભાગ દળેલા કાળામારા મરી આ બધી જ વસ્તુઓને ભેગી કરીને રાત્રે સુતી વખતે ચાટીને ગરમ ગળ્યુ દૂધ પીવાથી આંખોનું તેજ વધે છે. 

* એક મોટા વાટકાની અંદર 100 ગ્રામ શુદ્ધ ઘી લઈને તેમાં પાણી નાંખીને તેને હલકા હાથે ફીણીને તેની પરનું વધારાનું પાણી ફેંકી દો. આને એક રીતે ઘીને ધોયુ કહેવાય. આવી રીતે 100 વખત પાણીથી ઘીને ધોઈને વાટકાને થોડીવાર સુધી નમાવી રાખો જેથી કરીને થોડુ ઘણુ પણ જે પાણી રહી ગયું હોય તે પણ નીકળી જાય. હવે આમં થોડુક કપુર નાંખીને ભેળવી દો. ત્યાર બાદ તેને ખુલ્લા મોઢાની શીશીમાં ભરી લો. આ ઘી ખુજલી, ગુમડા, ફોલ્લીઓ વગેરે ચામડી જેવા રોગો માટે ઉત્તમ દવા છે. 

* રાત્રે સુતી વખતે એક ગ્લાસ ગળ્યા દૂધની અંદર એક ચમચી ઘી નાંખીને પીવાથી શરીરની ખુજલી અને દુર્બળતા દૂર થાય છે, ઉંઘ સારી આવે છે, હાડકા બળવાન થાય છે અને સવારે શૌચ પણ સાફ આવે છે. ઠંડીના દિવસોમાં આ પ્રયોગ કરવાથી શરીર બળવાન બને છે અને દુબળાપણું દૂર થાય છે. 

webdunia
* ઘી, છોતરાની સાથે પીસેલ કાળા ચણા અને દળેલી ખાંડ ત્રણેય વસ્તુને સરખે ભાગે મીક્સ કરીને તેના લાડવા બનાવી લો. સવારે આને ખાલી પેટે ખાઈને એક ગ્લાસ નવાયુ દૂધ પીવાથી સ્ત્રીઓમાં થતા પ્રદર રોગમાં આરામ મળે છે. પુરૂષોનું શરીર પણ બળવાન બને છે. 
webdunia
* ચણા અને ઘઉં 11 કિલો ભેળવીને દળાવી લો. આ લોટને ચાળ્યા વિના જ ઉપયોગમાં લેવો. 250 ગ્રામ લોટની અંદર ઘીનું મોયણ આપીને તમને ગમતાં શાકભાજી ખુબ જ જીણા કાપીને તેમાં થોડોક અજમો, મીઠું અને ઝીણી સમારેલી ડુંગળી નાંખીને લોટ બાંધી લો. આની જાડી રોટલી તવા પર જ શેકીને બનાવો. અને તેને ઘી લગાવીને કોઈ પણ શાકભાજી સાથે કે ગોળની સાથે સારી રીતે ચાવીને ખાઓ. આ ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રોટલી છે જેનો એક પ્રમુખ તત્વ શુદ્ધ ઘી છે. જેમને કોલેરેસ્ટોલ વધુ હોય તેમણે આ બધા પ્રયોગો કરવા જોઈએ નહિ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યાદશક્તિ તેજ કરવા માટે આ ફળનું કરવું સેવન