Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ ટિપ્સ - ગુણોની ખાણ છે અનાનસ

હેલ્થ ટિપ્સ - ગુણોની ખાણ છે અનાનસ
, સોમવાર, 22 ઑગસ્ટ 2016 (13:51 IST)
અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે. તેમા કેલ્શિયમ ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા
મળે છે અને ફેટ ખૂબ જ ઓછુ હોય છે.  ગર્ભાવસ્થામાં થનારા મોર્નિંગ સિકનેસની સમસ્યાને ઓછી કરવામાં અનાનસ તમારી મદદ કરી શકે છે.  આ સમસ્યાને ઓછી કરવા માટે ખાલી પેટ અનાનસનું સેવન કરવુ જોઈએ. તેમા બ્રોમિલેન નામનુ તત્વ શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ અને ગઠિયામાં લાભકારી હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે... 
 
1. પ્રતિરોધક ક્ષમતા વધારો - અનાનસના સેવનથી પ્રતિરોધક ક્ષમતા વધે છે અને તેનાથી કોઈપણ પ્રકારની એલર્જી થવાનો ભય ઓછો થઈ જાય છે. 
 
2. હાડકાં મજબૂત - તેમા મેગ્નેશિયમ ખૂબ પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે હાડકાને મજબૂત અને શરીરમાં એનર્જીને બનાવી રાખવામાં મદદ કરે છે. 
 
3. આંખો માટે લાભકારી - દરરોજ પાઈનેપલ ખાવાથી વધતી વય સાથે ઓછી થતા આંખોના તેજનુ સંકટ ઓછુ થઈ જાય છે.  
 
 
webdunia

5. દિલની બીમારી - આ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી દિલની બીમારીઓને રોકવામાં મદદ મળે છે. 
 
6. કેંસરની રોકથામ - તેનુ એંટીઓક્સીડેંટ તમારા હ્રદય રોગ, સાંધાનો દુખાવો, વિવિધ પ્રકારના કેંસર જેવી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. 
 
7. કૈવિટીથી દૂર રહો - આ મોઢાના કોઈપણ પ્રકારના બેક્ટેરિયાને વધવાથી રોકે છે. જેનાથી દાંતમાં કૈવિટીની સમસ્યા થતી નથી. 
 
8. હાઈ બીપી - જો તમે હાઈ બીપીથી પીડિત છો તો અનાનસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેમા પોટેશિયમની ઉચ્ચ માત્રા અને સોડિયમની ઓછી માત્રા બીપીના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારે રોજ એક ગ્લાસ પીવો આ શરબત, અઠવાડિયામાં 5 કિલો વજન ઘટી જશે