Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ નાનકડા બીજમાં છે અનેક રોગોનો ઈલાજ

આ નાનકડા બીજમાં છે અનેક રોગોનો ઈલાજ
, સોમવાર, 4 જુલાઈ 2016 (17:26 IST)
લીમડાના પાનથી થનારા સ્વાસ્થ્ય લાભ વિશે તો આપ જાણતા જ હશો પણ શુ તમે લીમડાના બીજ એટલે કે લીંબોળીના ગુણો વિશે જાણો છો. જો નથી જાણતા તો આવો જાણીએ તેનાથી થનારા લાભ... 
 
1. મલેરિયાની રોકથામ - લીંબોળી મલેરિયાના પ્રભાવી ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે અનેલીંબોળીના વાટેલા લેપની દુર્ગંધથી મચ્છરોને દૂર રાખવામાં મદદ મળે છે. 
 
2. ત્વચા સંબંધી રોગ - લીંબોડીના તેલનો ઉપયોગ હર્બલ ઉત્પાદોના રૂપમાં કરવામાં આવે છે. તેનાથી ત્વચા નરમ, બેદાગ અને ચમકદાર બને છે. લીમડાના બીજથી બનેલ તેલમાં રહેલ પ્રાકૃતિક એંટીફંગલ અને એંટીસેપ્ટિક ગુણ ત્વચા સંબંધી અનેક સમસ્યાઓ જેવી કે સોરેસિસ, એક્ઝિમા, ખીલ વગેરેને દૂર કરે છે. 
 
3. કીટાણુઓથી રાખે દૂર - પાલતૂ જાનવરના કીટાણુઓથી સંક્રમિત થતા લીંબોળી અસરકારક છે. તેમના વાળમાં લીંબોળીનું તેલ લગાવો. આનાથી તેમના વાળમાં રહેલા કીટાણું દૂર થઈ જશે. 
 
4. વાળને સ્વસ્થ અને સુંદર બનાવે - જો તમારા વાળ ખરવા અને ખોડો થવા જેવી સમસ્યાઓથી પરેશાન છો તો લીંબોળીનું તેલ લગાવો. તેના ઉપયોગથી તમને ફાયદો થઈ શકે છે. 
 
 5. કિડની અને પ્રોસ્ટેટ - લીંબોળી અને પાનથી બનેલી ચા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ કિડની, મૂત્રાશય અને પ્રોસ્ટેટથી સંબંધિત બીમારીઓના ઉપચાર માટે ખૂબ ઉપયોગી છે. 
 
6. આંખ અને કાન - લીંબોળીમાં રહેલ એંટીબૈક્ટેરિયલ આંખ અને કાનમાં સંક્રમણ પેદા કરનારા બેક્ટેરિયા સાથે લડવામાં સહાયક હોય છે. 
 
7. એથલીટ્સના પગ માટે લાભકારી - સામાન્ય રીતે એથલીટ્સના પગમાં ફંગલ ઈંફેક્શન વધુ થાય છે. તેથી ફંગસ ટ્રીટમેંટ માટે થોડાક લીમડાના તેલમાં થોડુ નારિયળનુ તેલ મિક્સ કરીને તેને પ્રભાવિત ભાગમાં લગાવો. આવુ કરવાથી જલ્દી ફાયદો થશે. 
 
8. વધતી વયની રોકથામ - લીમડામાં જોવા મળતા ઓક્સીકરણ તત્વ ચેહરા પર થનારા પરિવર્તનો રોકી દે છે અને તેના તેલના ઉપયોગથી ચેહરાની કરચલીઓ ઓછી થાય છે. 
 
9. દાંતને બનાવે મજબૂત - લીંબોળીમાં દાતને સફેદ બનાવવા અને બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ જોવા મળે છે.  આ ઉપરાંત લીમડાનું તેલ મસૂઢાનો સોજો અને દાંતની સડનને દૂર કરવામાં સહાયક હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે - વન્સ અપોન માય વોલ