Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સથી લઈને મગજ સુધી લાભકારી છે સુકોમેવો

સેક્સથી લઈને મગજ સુધી લાભકારી છે સુકોમેવો
, મંગળવાર, 19 મે 2015 (15:48 IST)
રોજ મેવાનુ સેવન કરવાથી સેક્સ લાઈફ સારી થવા ઉપરાંત મગજ પણ તેજ થાય છે. આ સૂકા મેવામાં પ્રોટીન કૈલોરી અને કાર્બોહાઈડ્રેટ સહિત અનેક બીજા પોષક તત્વ હોય છે. તેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એટલુ જ નહી આ હ્રદયરોગ,  ડાયાબીટિઝ અને હાઈ બીપીના સંકટોથી પણ બચાવે છે. 
પિશ્તા - પિશ્તામાં પોટેશિયમ અને એંટીઑક્સીડેંટ પણ ભરપૂર માત્રામાં હોય છે. પિસ્તાનુ સેવન ટાઈપ ટૂ ડાયાબિટીઝમાં ખૂબ લાભકારી માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ રોજ 60 પિસ્તા ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિક કરવામાં મદદ મળે છે. 


webdunia
બદામ - બદામમાં વિટામિન ઈ, મૈગનેશિયમ અને કેલ્શિયમ સારા પ્રમાણમાં રહે છે. બદામ હાઈબીપીને ઓછુ કરવામાં અને હાડકાને મજબૂત કરવામાં કારગર સાબિત થાય છે. અમેરિકામાં થયેલ એક અભ્યાસ મુજબ રોજ 42 ગ્રામ બદામનુ સેવન કરવાથી બ્રેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે.  જેના કારણે હ્રદયરોગ અને હાઈ બીપી કંટ્રોલ થાય છે. 
webdunia
કાજુ - કાજુની સેવન કરવાથી શરીરને કોપરની સારી માત્રા મળે છે. કૉપર તંત્રિક તંત્ર, હાડકા અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવામાં મદદ કરે છે. રોજ 28 ગ્રામ કાજૂનુ સેવન કરવાથી પિત્તની પથરીના સંકટથી બચી શકાય છે. 
 
 
webdunia
અખરોટ - જેમા એંટીઑક્સિડેંટની ભરપૂર માત્રા હોય છે. અખરોટનુ સેવન ધમનીઓના બ્લૉકેજથી છુટકારો અપાવે છે. એક અભ્યાસ મુજબ આ ઑલિવ ઓઈલ જેટલુ જ કારગર સાબિત થાય છે અને ધમનીયોમાં સૃજનથી છુટકારો અપાવે છે. 
 
પિશ્તા અને બદામ પલાળીને સેવન કરવાથી ફાયદો થાય છે. રાત્રે પલાળો અને સવારે તેનુ સેવન કરો. તેનાથી તેમા રહેલા પોષક તત્વોને આપણુ શરીર સહેલાઈથી શોષી લે છે અને તેનાથી બદામ પિશ્તાનો સ્વાદ પણ નથી બદલાતો. 

Share this Story:

Follow Webdunia gujarati