Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - દૂધી અને આદુના જ્યુસમાં છિપાયા છે આરોગ્ય સાથે જોડાયેલા ફાયદા

Health Tips - દૂધી અને આદુના જ્યુસમાં છિપાયા છે આરોગ્ય સાથે જોડાયેલા ફાયદા
, સોમવાર, 19 જૂન 2017 (19:56 IST)
ભાગદોડની ભરેલા આ જીંદગીમાં લોકોને અનેક પ્રકારની પરેશાનીઓ લાગેલી રહે છે. આવામાં શરીરને ફિટ રાખવા માટે દૂધી અને આદુના જ્યુસનુ સેવન કરવુ જોઈએ.  આ બંને વસ્તુઓ બધા ઘરમાં સહેલાઈથી મળી જાય છે. દૂધીમાં રહેલ પોટેશિયમ, આયરન અને વિટામિન્સ શરીરને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. આમ તો બધા ઘરમાં દૂધીનુ શાક બનાવાય છે. પણ દૂધી અને આદુનુ જ્યુસ રોજ સેવન કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર રહે છે. આવો જાણીએ દૂધીનુ જ્યુસ બનાવવાની વિધિ અને તેના ફાયદા વિશે... 
 
દૂધીનુ જ્યુસ  
 
દૂધી અને આદુને છોલીને તેના ટુકડા કરો અને મિક્સરમાં થોડુ પાણી અને મીઠુ નાખીને તેનુ જ્યુસ બનાવી લો. તમે ચાહો તો તેમા કાળા મરી પણ નાખી શકો છો. આ રીતે રોજ ફ્રેશ જ્યુસ બનાવીને રોજ સવારે પીવો. 
 
 
1. વજન ઓછુ - રોજ સવારે આ જ્યુસનુ સેવન કરવાથી શરીરનુ મૈટાબૉલિજ્મ વધે છે જે શરીરની ફાલતૂ ચરબી ઓછુ કરીને વજન ઘટાવવામાં મદદ કરે છે. 
 
2. એસિડીટી - દૂધીની તાસીર ઠંડી  હોય છે. જેનાથી આ જ્યુસનુ સેવન કરવાથી પેટની બળતરા ઓછી થાય છે. જે લોકોને એસિડીટીની સમસ્યા હોય એ માટે આ જ્યુસ ખૂબ લાભકારી હોય છે. 
 
3. ડાયાબિટીસ - આ જ્યુસના સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આવામાં જે લોકોને ડાયાબિટીસ હોય અને રોજ સવારે આ જ્યુસનુ સેવન જરૂર કરવુ જોઈએ. 
 
4. કબજિયાત - દૂધી અને આદુનુ જ્યુસમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે.  જેમા શરીરનુ ડાયજેશન સિસ્ટમ સુધરે છે અને કબજિયાતની સમસ્યા ઠીક થાય છે. 
 
5. દિલની બીમારી - તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે જેનાથી હાર્ટ એટેક હોવાનો ખતરો રહેતો નથી. 
 
6. લીવરની બીમારી - દૂધીના જ્યુસથી શરીરના વિષેલા પદાર્થ બહાર કાઢે છે જેનાથી કિડની અને લીવર સાથે સંબંધિત બીમારી હોવાનો ખતરો ટલી જાય છે. 
 
7. બ્લડ પ્રેશર - આ જ્યુસનુ સેવનથી શરીરમાં બ્લડ સર્કુલેશન ઝડપી થાય છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 
 
8. સ્વસ્થ ત્વચા - તેમા રહેલા એંટી-ઓક્સીડેંટ લોહીને સાફ રાખે છે. જેનાથી સ્કિન હેલ્ધી રહે છે અને દાગ-ધબ્બાની સમસ્યા નથી થતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Stinking hair થી છુટકારો મેળવવા ઘરેલૂ ઉપાય