Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેર કેર : માથાના ખોડો કેમ થાય છે આપ જાણો છો ?

હેર કેર : માથાના ખોડો કેમ થાય છે આપ જાણો છો ?
આજે લગભગ દર બીજી કે ત્રીજી વ્યક્તિ માથામાં ખોડાની સમસ્યાની ફરિયાદ કરતી જોવા મળે છે. આ સમસ્યાને લીધે વાળ ખરવા તથા ખંજવાળ ઉપડવી વગેરે સમસ્યાઓ સર્જાઇ શકે છે. પણ એ પહેલા કે તમે આ સમસ્યાનો ઇલાજ શોધો તે પહેલા ખોડાને લગતા કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણી લો.

તથ્યો -

1. શુષ્કતાને લીધે ખોડો ક્યારેય નથી થતો - આપણામાંથી ઘણાં લોકો એવું માને છે કે માથામાં ખોડો ત્યારે જ થાય છે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય છે. પણ આ કારણ એકદમ ખોટું છે કારણ કે ખોડા પાછળ છુપાયેલી છે એક યીસ્ટ જે માથાની મૃત ત્વચાને ખાઇને જીવે છે કે પછી માથામાં જામેલા તેલને પોતાનો ખોરાક બનાવે છે. આ જ કારણે આપણા માથાની ત્વચાના કોષો બહુ જલ્દી ખરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે માથામાં ખોડો થઇ ગયો છે.

2. વાળમાં શેમ્પૂ - ઘણીવાર ઉપદેશ આપવામાં આવે છે કે જો આપણા વાળમાં ખોડો થઇ ગયો હોય તો વારંવાર શેમ્પૂ ન કરવું જોઇએ. ત્વચા નિષ્ણાતો હંમેશા એ જ સલાહ આપે છે કે આપણે આપણા વાળમાં એક માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ જ કરવો જોઇએ જેનાથી આપણા વાળની નમી ખોવાઇ ન જાય. જો માથામાં વધારે ખોડો છે તો તેના માટે મેડિકેટેડ શેમ્પૂનો રોજ પ્રયોગ કરો.

3. ત્વચા નીકળવી - ખોડો નીકળવાનો અર્થ એ જ નખી કે તમને ખોડો જ છે પણ એનો એ અર્થ પણ હોઇ શકે છે કે તમારા માથામાં સૉરાયસિસ કે ત્વચાને લગતી કોઇ બીમારી હોય. ઘણીવાર કેટલાક રાસાયણિક શેમ્પૂના પ્રયોગથી આપણી ત્વચા પર એલર્જી થઇ જાય છે માટે માથાની સમસ્યા સર્જાતા કોઇ ત્વચા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

4. ખોડો ક્યારેય દૂર ન કરી શકાય - ખોડામાંથી થોડા દિવસો માટે જ મુક્તિ મેળવી શકાય છે. આવું એટલા માટે કારણ કે ગંભીર ખોડાની સમસ્યાને જડથી દૂર કરવી બહુ મુશ્કેલ છે. આ સિવાય તેલયુક્ત આહાર અને ટ્રાન્સ ફેટને આહારમાં લેવાથી પણ વધુ ખોડો ફેલાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરેલુ ઉપચાર : બારેમાસી ગુણકારી બીટ છે તમારો ફેમિલી ડોક્ટર