Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયારે હવામાં શ્વાસ લઈ રહ્યા છે અમે, તો તેને સિલેંડરમાં ભરી લો, આખરે હવા અને મેડિકલ ઑક્સીજનમાં શું અંતર

જયારે હવામાં શ્વાસ લઈ રહ્યા છે અમે, તો તેને સિલેંડરમાં ભરી લો, આખરે હવા અને મેડિકલ ઑક્સીજનમાં શું અંતર
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (21:29 IST)
medical Oxygen 
ઉત્તર પ્રદેશમાં કોરોઆ સંક્રમણની બીજી લહેરએ એક બાજુ બધાને ભરખી રહ્યો છે તો બીજી બાજુ સરકારની બધી તૈયારીઓ પોળ ખોલી નાખી છે. પ્રદેશના આશરે બધા હોસ્પીટલમાં બેડ અને દવા તો દૂર, દર્દીઓને ઑક્સીજન સુધી નહી મળી રહી છે. સ્થિતિ આટલી ખરાબ છે કે લોકોને ઑક્સીજન સિલેંડર માટે દર-દર ઠોકર ખાવી પડી રહી છે. તો આ વચ્ચે ઑક્સીજન રૂપી હવાને સિલેંડરમાં ભરી દર્દીઓને શા માટે નહી આપી શકીએ. આખરે અમારે ચારે બાજુ ફેલાઈલી ઓક્સીજન અને મેડિકલ ઑક્સીજનમાં શું અંતર છે. તેને કેવી રીતે બનાવાય છે અમે તેની આટલી પરેશાની શા માટે છે.  
શું છે મેડિકલ ઑકસીજન 
મેડિકલ ઓક્સીજનનો અર્થ 98% સુધી શુદ્ધ ઑક્સીજન હોય છે. જેમાં ભેજ, ધૂળ અને બીજી ગૈસ જેવી અશુદ્ધિઓ ન મળી હોય. કાનૂની રૂપથી આ એક જરૂરી દવા છે જે 2015માં રજૂ દેશની ખૂબ જરૂરી દવાઓની લિસ્ટમાં શામેલ છે.  અમારે ચારે બાજુ રહેલ હવામાં 21% ઑક્સીજન જ હોય છે. તેથી મેડિકલ ઈમરજેંસીમાં તેનો ઉપયોગ નહી કરી શકાય છે. આ કારણ છે કે મેડિકલ ઑક્સીજનને લિક્વિડ અવસ્થામાં ખાસ વૈજ્ઞાનિક રીતે મોટા-મોટા પ્લાંટમાં તૈયાર કરાય છે. 
 
કેવી બને છે મેડિકલ ઑક્સીજન 
મેડિકલ ઑક્સીજનને અમારી ચારે બાજુ રહેલ હવામાંથી શુદ્ધ ઑક્સીજનને જુદા કરી બનાવાય છે અમારી આસપાસ રહેલ હવામાં 78%, ઑક્સીજન 21% અને બાકી1 % આર્ગન, હીલિયમ, નિયોન, ક્રિપ્ટોન, જીનોન જેવી ગૈસ હોય છે. આ બધા ગૈસ બૉયલિંગ પાઈટ ખૂબ ઓછા પણ જુદા-જુદા હોય છે. તેથી જો અમે હવાને જમા કરીને તેને ઠંડા કરીએ તો બધી ગૈસ વારાફરતી તરળ બની જશે અને અમે જુદા-જુદા કરીને લિક્વિડ ફાર્મમાં જમા કરી લે છે. આ રીતે તૈયાર લિક્વિડ ઑક્સીજન 99.5% સુધી શુદ્ધ હોય છે. આ પ્રક્રિયાથી પહેલા હવાને ઠંડા કરી તેમાંથી ભેજ અને ફિલ્ટરથી ધૂળ, તેલ અને બીજી અશુદ્ધિને જુદો કરાય છે. 
 
હોસ્પીટલ સુધી કેવી રીતે પહોંચે છે ઑક્સીજન 
આ લિક્વિડ ઑક્સીજનને મેનુફેક્ચર્ડસ મોટા-મોટા ટેંકરમાં સ્ટોર કરો છો. અહીં ખૂબ ઠંડા રહેતા ક્રાયોજેનિક ટેંકરથી ડિસ્ટ્રીબ્યૂટર સુધી મોકલે છે. ડિસ્ટ્રીબ્યૂટર તેનો પ્રેશર ઓછુ કરીને ગૈસના રૂપમાં જુદા-જુદા રીતે સિલેંડરમાં તેને ભરે છે. અહીં સિલેંડર સીધા હોસ્પીટલમાં કે તેનાથી નાના સપ્લાયર્સ સુધી પહોંચાડે છે. કેટલાક મોટા હોસ્પીટલમાં તેમના નાના-નાના ઑક્સીજન જનરેશન પ્લાંટ પણ હોય છે. 
 
શા માટે છે ઓક્સીજનની કમી 
કોરોના મહામારીથી પહેલા ભારતમાં દરરોજ મેડિકલ ઑક્સીજનની કમી 1000-1200 મેટ્રીક ટન હતી. આ 15 એપ્રિલ સુધી વધીને 4795 ટન થઈ ગઈ. તીવ્રતાથી વધતી માંગના કારણે ઑક્સીજનની સપ્લાઈમાં ભારે મુશ્કેલી થઈ રહી છે. આખા દેશમાં પ્લાંટથી લિક્વિડ ઑક્સીજનથી ડિસ્ટ્રીબ્યૂટર સુધી પહોંચાડવામાં માત્ર 1200 થી 1500 ક્રાઈજોનિક ટેંકર ઉપલબ્ધ છે. આ મહામારીની બીજી લહેરથી પહેલા સુધી માટે તો પૂરતા હતા પણ હવે 2 લાખ દર્દી દરરોજ સામે આવવાથી ટેંકર ઓછા પડી રહ્યા છે. ડિસ્ટ્રીબ્યૂટરના સ્તર પર પણ લિક્વિડ ઑક્સીજનને ગેસમાં બદલીને સિલેંડરમાં ભરવા માટે પણ ખાલી સિલેંડરની કમી છે. 
 
માણસને કેટલી ઑક્સીજનની જરૂર 
એક વ્યસ્ક જ્યારે કોઈ કામ નહી કરી રહ્યો તો તેને શ્વાસ લેવા માટે દર મિનિટ 7 થી 8 લીટર હવાની જરૂર હોય છે. એટલે દરરોક 11000 લીટર હવા. શ્વાસથી ફેફસાં સુધી જતી હવામાં 20% ઑક્સીજન હોય છે જ્યારે છોડતા શ્વાસામાં 15% રહે છે. એટલે શ્વાસથી અ6દર જતી હવાનો માત્ર 5% નો ઉપયોગ હોય છે. અહીં 5% ઑક્સીજન છે તો કાર્બનડાઈઑક્સાઈડમાં બદલે છે. એટલે એક માણ્સને 24 કલાકમાં આશરે 550 લીટર શુદ્ધ ઑક્સીજનની જરૂર હોય છે. મેહનતનો કામ કરતા કે વર્જિશ કરતા પર વધારે ઑક્સીજન જોઈએ હોય છે. એક સ્વસ્થ વ્યસ્ક એક મિનિટમાં 12 થી 20 વાર શ્વાસ લે છે. દર મિનિટ 12થી ઓછા કે 20થી વધારે વાર શ્વાસ લેવા કોઈ પરેશાનીની નિશાની છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Grey Hair tips- બટાકાના છાલટાથી સફેદ વાળ બનશે મૂળથી કાળા જાણો આ ઘરેલૂ ઉપાય