Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબાનો થાક ઉતારશે આ 10 ટિપ્સ

ગરબાનો થાક ઉતારશે આ 10  ટિપ્સ
, મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (16:16 IST)
ગરબા કરવામાં જેટલી એનર્જી લૉસ થાય છે, એટલો જ થાક તમે  અનુભવ કરો છો, માત્ર પગમાં દુખાવો જ નહી, આંખોની સાથે-સાથે આખુ  શરીર થાક અનુભવ કરે છે. એનાથી બચવામાં  તમારી મદદ કરશે આ 10 સરળ અને અસરદારક ટિપ્સ  
1. સવારે થોડા હળવો વ્યાયામ કરો જેથી તમારી માંસપેશીઓ લચીલી  રહે અને ગરબાના સ્ટેપ્સ કરવામાં તમને ખેંચ ન આવે. ઘર પર કઠન સ્ટેપ્સનો અભ્યાસ કરી લો. 

2. ઉપવાસ હોય તો જ્યૂસ, રેશેદાર ફળ અને દૂધનું સેવન જરૂર કરો. જો ઉપવાસ ના હોય તો ગરબા કરવાના બે કલાક પહેલા ભોજન કરી લો. ભોજન કરીને તરત ગરબા કરવાથી પેટમાં તકલીફ  થઈ શકે છે. 

3. ગરબા કર્યા પછી બની શકે તો હૂંફાળા પાણીથી સ્નાન કરો. કારણકે પરસેવાની ચિપચિપાટથી શરીરમાંથી ગંધ આવી શકે છે. 
webdunia
4.પગના આરામ માટે અડધી ડોલ ગરમ પાણીમાં મીઠું અને અજમો નાખો. ગરમ કે હૂંફાળા પાણીમાં પગ નાખી બેસવાથી આરામ મળશે. 
 
5. થાકેલી આંખને આરામ આપવા માટે એના પર ખીરા(કાકડી) કાપીને રાખો. બટાટાને છીણીને ગુલાબજળમાં મિક્સ કરી લગાવવાથી થાકેલી આંખોને આરામ મળશે. 

6 રાત્રે હાથની નાઈટ ક્રીમથી માલિશ કરો જેથી દાંડિયા રાસ કરવાથી સૂકાય ગયેલા હાથ ફરી કોમળતા પ્રાપ્ત કરે. નખની ચમક બનાવી રાખવા માટે લીંબૂના છાલટા રગડો 
webdunia
7. ગરબા મોટાભાગે ખુલ્લા મેદાનમાં થાય છે. જ્યા ધૂળ માટી વધુ હોય છે.  તેનાથી વાળને નુકશાન થાય છે તેથી રોજ માથામાં શૈપૂ કરો. 
 
8. ચેહરાને રોજ ક્લીન-અપ કરો. આ ફેશિયલનુ નાનુ રૂપ છે. રોજ ફેશિયલ ચેહરા પર ઝીણી ફોલ્લીઓ કરી શકે છે. તેથી ત્વચાની ક્લીંજરથી નિયમિત સફાઈ પર્યાપ્ત છે. 
 
9. નકલી ઘરેણાની અધિકતા સ્કિન પર એલર્જી કરી શકે છે. તેથી એટલુ જ પહેરો જેટલુ તમે સાચવી શકો અને જેને પહેરીને સહેલાઈથી ગરબા રમી શકાય. 
 
10 અસલી ઘરેણાથી શક્ય તેટલુ બચો કારણ કે ગરબાની મસ્તીમાં જો ઘરેણા ખુલીને ક્યાક ખોવાય ગયા તો ગરબાની મજા બગડી જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબૂદાણાની સરસ ખિચડી બનાવવા માટે ટિપ્સ