બ્રેડમાં હાઈ લેવલ સોડિયમ છે જે બ્લડ પ્રેશર અને હ્રદય રોગને વધારે છે. વધુ બ્રેડ ખાવાથી શરેરમાં મીઠુ એકત્ર થાય છે અને અંકે રોગોનો ખતરો વધી જાય છે.
- મૈદાથી બનેલી હોવાને કારણે તેને પચાવવામાં ખૂબ મહેનત કરવી પડે છે. તેમા રહેલ કાર્બોહાઈડ્રેટ લિવરને નુકશાન પહોંચાડે છે. બ્રેડમાં પોષક તત્વ ખૂબ ઓછા હોય છે. બ્રેડ ખાવાથી ફાઈબર મળતુ નથી. વ્હાઈટ બ્રેડને બદલે હોલ ગ્રેન બ્રેડ તુલનાત્મક રીતે આરોગ્યની દ્રષ્ટિ સારી છે.
- બ્રેડમાં ખૂબ વધુ ગ્લૂટેન (ચીકણો પદાર્થ) છે જે સીલિએક રોગનો ખતરો વધારે છે. બ્રેડ ખાધા પછી અનેક લોકોનુ પેટ ખરાબ થઈ જાય છે. તેનુ કારણ છે કે ગ્લૂટેન ઈંટોલરેંસ. જો તમે બ્રેડ વધુ ખાવ છો તો તમારુ વજન વધશે. તેમા રહેલ મીઠુ, ખાંડ અને પ્રીઝરવેટિવ્સ વજન વધારે છે.
- હોલ ગ્રેન બ્રેડ મતલબ લોટવાળી બ્રેડમાં પણ કોઈ પોષક તત્વ નથી. તેને બનાવવાના પ્રોસેસમાં લોટના બધા ગુણ ખતમ થઈ જાય છે. વધુ માત્રામાં બ્રેડ ખાવાથી કબજિયાની શરૂઆત થાય છે જે ધીરે ધીરે અમાશયમાં છિદ્ર (પિપ્ટિક અલ્સર)નુ કારણ બની જાય છે.