Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસી રોટલીને ન સમજશો બેકાર, ફાયદા કરી દેશે તમને હેરાન

વાસી રોટલીને ન સમજશો બેકાર, ફાયદા કરી દેશે તમને હેરાન
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (12:44 IST)
મોટાભાગના ઘરોમાં રાત્રે બચેલી રોટલીને લોકો ફેંકી દે છે. આવુ એ માટે કારણ્ણ કે વાસી રોટલી આરોગ્ય માટે ખૂબ જ ઘાતક માનવામા આવે છે. વાસી રોટલી ખાવાથી અનેક બીમારીઓ પણ થઈ શકે છે.  આવામા બચેલો ખોરાક લોકો પાલતૂ જાનવરને ખવડાવી દે છે. કે પછી ફેંકી દે છે. 
 
પણ શું તમે જાણો છો કે વાસી રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાસી રોટલીનું સેવન કરવાથી એસિડિટી, ગેસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તેથી જ રાતની બચેલી રોટલી ખાવાથી શરમાશો નહીં. જો ઘઉંના લોટની રોટલી રાત્રે તૈયાર કરીને સવારે ખાવામાં આવે તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નહીં થાય. તે પોષક તત્વોની સાથે ભેજ જાળવી રાખે છે જેને તમે કોઈપણ સંકોચ વિના ખાઈ શકો છો. ચાલો જાણીએ કે વાસી રોટલી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.
 
પેટ સાથે જોડાયેલ બીમારીઓ 
 
અનેકવાર કંઈક ખોટુ ખાવાથી કે વધુ તેલ વાળુ ખાવાથી એસિડિટીની ફરિયાદ થઈ જાય છે.  આવામાં તમારે માટે વાસી રોટલી ખાવી લાભકારી છે. વાસી રોટલી સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટની બીમારીઓથી પણ રાહત મળે છે. તેથી તમે વાસી રોટલીનુ સેવન કરી શકો છો. 

પેટ સાથે જોડાયેલી બીમારીઓ 
 
અનેકવાર કંઈક ખોટુ ખાવા કે વધુ તેલ મસાલાવાળી વસ્તુઓ ખાઈ લેવાથી એસિડીટીની ફરિયાદ થઈ જાય છે. આવામાં તમારે માટે વાસી રોટલી ખાવી લાભકારી સાબિત થઈ શકે છે.  વાસી રોટલીને સવારે નાસ્તામાં દૂધ સાથે ખાવાથી અપચો, ગેસ, એસિડિટીની અને પેટની અનેક તકલીફોમાં રાહત મળે છે.  તેથી તમે તેનુ સેવન કરી શકો છો. તેમા ફાઈબર ભરપૂર માત્રામા હોય છે. જે પાચનને પણ ઠીક કરે છે. 
 
ડાયાબિટીસ - આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગયુ છે. ડાયાબિટીસના દર્દીએ ખાનપાનનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. જો તમે પણ આ બીમારીનો સામનો કરી રહ્યા છો તો રોજ સવારે ખાલી પેટ દૂધ સાથે વાસી રોટલી ખાવ. આવુ કરવાથી શુગર કંટ્રોલમાં રહેશે. 
  
દૂબળાપણુ કરે દૂર 
મોટેભાગના લોકો પાતાળા શરીરની  સમસ્યાથી પરેશાન રહે છે  જો તમે પણ તમારી સિંગલબોડીથી પરેશાન છો તો વાસી રોટલી તમારી મદદ કરી શકે છે. આ પાતળા શરીરની સમસ્યાને દૂર કરવાનો સૌથી કારગર ઉપાય છે. તેથી વાસી રોટલીને દૂધ સાથે મિક્સ કરીને ખાવ. તેનાથી શરીરમાં બળની વૃદ્ધિ પણ થાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીદનું પ્રમાણ કેમ વધી રહ્યુ છે