Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diabetes: ટાઈપ 2 ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી છે મેથીના દાણા, આ રીતે કરો સેવન

health tips
, શુક્રવાર, 24 જૂન 2022 (13:21 IST)
Diabetes Control:  બદલાતા સમયની સાથે લોકોની જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ખોરાકનું ધ્યાન ન રાખો અને કસરત ન કરો  ગંભીર બીમારીઓ થઈ શકે છે. જેમ કે કેન્સર, ડાયાબિટીસ અને જાડાપણુ.  ડાયાબિટીસની સમસ્યા હવે ખૂબ જ સામાન્ય બની રહી છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ, જેને ડાયાબિટીસ મેલીટસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે.
 
ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે, ડાયાબિટીસના દર્દીઓ આહારમાં આવા ખોરાક લે છે, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મેથીના દાણાથી તમે ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકો છો.
 
મેથીના દાણાનું સેવન કરો 
 
મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર મેથી અનેક રોગોની દવા છે. તેના બીજનો ઉપયોગ મસાલા તેમજ દવા તરીકે થાય છે. મેથીના દાણા લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મેથીના દાણામાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ સિવાય મેથીમાં સોલ્યુબલ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં પહોંચ્યા પછી કાર્બોહાઈડ્રેટ્સની પ્રક્રિયાને ઘટાડે છે. જેના કારણે લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે.
 
મેથી દાણાના ફાયદા 
-મેથીનુ સેવન કરવાથી હ્રદય રોગમાં લાભ થાય છે 
- પેટના રોગમાં મેથીના સેવનથી લાભ પ્રાપ્ત થાય છે. 
- ઘા માં મેથીના ઔષધીય ગુણથી લાભ મળે છે. 
- મેથીના દાણાથી ત્વચા રોગનો ઈલાજ પણ કરી શકાય છે. 
- વાળ ખરતા હોય તો તેને રોકવામાં મેથીના ઔષધીય ગુણ લાભકારી છે. 
- મેથી ચૂરણનુ સેવન કરવાથી આખા શરીરનો દુખાવો ઓછો થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Skin Care Tips For Men: : પુરૂષ 35ની ઉમ્ર પછી આ રીતે કરવુ તમારી સ્કિનની દેખભાલ ચેહરા જોવાશે યુવાન