ડેંગુ તાવ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે. એડીજ મચ્છર (પ્રજાતી)ના કરડવાથી ડેંગૂ વાયરસ ફેલાય છે. તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઓછા થવુ તેનુ મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. તાવ સાથે સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો દુખાવો અને સાંધાનો દુખાવો તેમજ ત્વચા ખરાબ થઈ જવી. ક્યારેક ક્યારેક આ લક્ષણ ફ્લૂના સાથે મિક્સ થઈને કંફ્યૂઝ પણ કરી દે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડેંગૂના કેસ વધતા જઈ રહ્યા છે.
લોકલ હેલ્થ ઓથૉરિટી મુજબ ભારતની રાજધાની દિલ્હીમાં ઓગસ્ટ મહિનામાં ડેંગૂના 477 કેસ સામે આવ્યા છે. 2010 પછી આ સૌથી મોટી સંખ્યા છે અને આ વર્ષે 530 કેસથી પણ ઉપર જવાની શક્યતા છે.
ડેંગૂ ઈફેક્શનની જાણ બ્લડ ટેસ્ટ દ્વારા લગાવી શકાય છે. તેનાથી બચવા માટે કોઈ સ્પેશ્યલ દવા નથી. પણ આ દરમિયાન તમને યોય્ગ આરામ કરવા અને અનેક પેય પદાર્થ પીવાની સલાહ આપવામાં આવે છે. ડેંગૂની ચપેટમાં આવ્યા પછી દિલ્હીના લોક્કો તેનાથી બચવા માટે કેટલાક પ્રાકૃતિક નુસખા અપનાવી રહ્યા છે. અમે તમને હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટરની સલાહથી કેટલાક આવા જ ઘરેલુ અને પ્રાકૃતિક નુસ્ખા બતાવી રહ્યા છીએ જેથી તમે ખુદને ડેંગૂના પ્રકોપથી બચાવી શકો.
ગળો (એક પ્રકારની વેલ) - ગળો એક એવી વેલ છે જેનુ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. આ મેટાબૉલિક રેટ વધારવામાં, પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત રાખવા અને બોડીને ઈંફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ડોક્ટરની સલાહ મુજબ આના થડને ઉકાળીને હર્બલ ડ્રિન્કની જેમ સર્વ કરી શકાય છે. તેમા તુલસીના પાન પણ નાખી શકાય છે.
પપૈયાના પાન - ડૉ. કહે છે કે આ પ્લેટલેટ્સની ગણતરી વધારવામાં મદદ કરે છે. સાથે જ બોડીમાં દુખાવો કમજોરી અનુભવવી, ઉબકા આવવા, થાક અનુભવવો વગેરે જેવા તાવન લક્ષણને ઓછા કરવામાં સહાયક છે. તમે તેના પાનને વાટીને ખાઈ શકો છો કે પછી તેને ડ્રિંકની જેમ પી પણ શકો છો. જે બોડીમાંથી ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે.
મેથીના પાન - આ પાન તાવને ઓછો કરવામાં સહાયક છે. આ પીડિતનુ દુખાવો દૂર કરી તેને સહેલાઈથી ઉંઘ લાવવામાં મદદ કરે છે. આના પાનને પાણીમાં પલાળીને એ પાણીને પી શકાય છે. આ ઉપરાંત મેથી પાવડરને પણ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે.
ગોલ્ડનસીલ - આ નાર્થ અમેરિકામાં જોવા મળતી એક હર્બ છે. જેને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ હર્બમાં ડેંગુ તાવને ખૂબ જ ઝડપથી ખતમ કરી શરીરમાંથી ડેંગૂના વાયરસ ખતમ કરવાની ક્ષમતા હોય છે. આ પપૈયાના પાનની જેમ જ કામ કરે છે અને તેમની જ જેમ તેને પણ યૂજ કરવામાં આવે છે.
હળદર - આ મેટાબાલિજ્મ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલુ જ નહી ઘા ને જલ્દી ભરવામાં પણ મદદગાર સાબિત થાય છે. હળદરને દૂધમાં મિક્સ કરીને પી શકાય છે.
તુલસીના પાન અને કાળા મરી - તુલસીના પાન અને બે ગ્રામ કાળા મરીને ઉકાળીને પીવા આરોગ્ય માટે સારુ રહે છે. આ ડ્રિંક તમારી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બનાવે છે અને એંટી બેક્ટેરિયલ તત્વના રૂપમાં કામ કરે છે.