Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

સલાહ - કોરોના વેક્સીન લેતા પહેલા અને પછી જરૂર રાખવી આ સાવધાનીઓ સંક્રમણનો નહી થશે ખતરો

corona vaccine
, ગુરુવાર, 13 મે 2021 (07:01 IST)
સરકારએ જાહેર કર્યો છે કે 1 મેથી 18 વર્ષથી ઉપરના બધા લોકોને રસી લગાવાશે. તેથી આ જાણી લેવો ખૂબ જરૂરી છે કે કોરોના વેક્સીન લેતા પહેલા અને ત્યારબાદમાં કઈ પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ
કોરોના વેક્સીન લેતા પહેલા શું કરવું? જો તમે કોઈ દવાથી એલર્જી છે તો કોરોનાની વેક્સીન લેતા પહેલા ડાક્ટરને જરૂર જણાવો. રસીકરણ પહેલા સારી રીતે ભોજન કરો એટલે કે સ્વસ્થ આહાર લેવુ અને પૂરતી 
ઉંઘ પણ લેવી જરૂરી છે. જેટલો શકય હોય તેટલો આરાઅ કરવાના પ્રયાસ કરવું. જો તમે રસી લેતા પહેલા ચિંતિત અનુભવી રહ્યા છો તો ડાક્ટરથી સલાહ જરૂર લેવી. 
 
રોગોથી ગ્રસિત લોકો રાખવી સાવધાની- ડાયબિટીજ કે બ્લ્ડ પ્રેશર વાળા લોકોને તેના પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કેંસરથી ઝઝૂમી રહ્યા દર્દી અને ખાસ કરીને કીમોથેરેપી કરાવી રહ્યા લોકો રસી લેતા પહેલા 
તમારા ડાક્ટરથી સલાહ જરૂર લેવી. જે લોકોને કોરોનાના સારવારના રૂપમાં પ્લાજમા કે મોનોકલોનલ એંટીબોડી મળી છે તે રસી લેતા પહેલા ડાક્ટરથી સલાહ લેવી. છેલ્લા દોઢ મહીનામાં જે લોકો કોરોનાથી 
સંક્રમિત થયા છે તેના માટે રસી લેતા પહેલા ડાક્ટરની સલાહ જરૂરી છે. 
 
વેક્સીન લગ્યાના તરત પછી શું? રસીકરણ કેંદ્ર પર વેક્સીન લાગાવ્યા પછી થોડી વાર લાભાર્થીને ત્યાં બેસાડવામાં આવે છે જેથી આ જોવાઈ શકે કે તેને કોઈ ગંભીર સમસ્યા તો નહી થઈ રહી છે. જો લાભાર્થીને કોઈ 
સમસ્યા નહી થાય ત્યારે જ તેને ત્યાંથી જવા માટે કહીએ છે. 
 
આ વાત ધ્યાન રાખો કે શરીરના જે ભાગમાં વેક્સીન લાગી રહી  છે ત્યાં દુખાવો થવો સામાન્ય વાત છે. તેનાથી ગભરાવો નહી. વેક્સીનના કારણે લાભાર્થીને તાવ થઈ શકે છે. તેમાં પણ ગભરાવવાની કોઈ વાત 
નહી. કેટલાક લોકોમાં ઠંડ લાગવા અને થાક જેવા કેટલાક બીજા દુષ્પ્રભાવ પણ જોવાઈ શકે છે આ બધા દુષ્પ્રભાવ થોડા જ દિવસોમાં દૂર થઈ જાય છે.  
 
વેક્સીન લીધા ત્યારબાદ શું કરવું? જો તમે વેક્સીન લઈ લીધી છે રો આ ન સમજવુ કે તમે કોરોના સંક્રમિત ન થઈ શકો છો. વિશેષજ્ઞ હમેશા કહે છે કે વેક્સીન ગંભીર રૂપથી બીમાર થવાથી બચાવે છે સંક્રમણથી 
નથી. તેથી રસી લીધા પછી પણ કોરોનાથી બચાવના નિયમોના પાલન કરતા રહેવુ જરૂરી છે. તેમાં માસ્ક પહેરવું છ ફીટની સુરક્ષિત શારીરિક દૂરી રાખવી અને હાથ ધોવો શામેલ છે. જો ખૂબ જરૂરી ન થતા ઘરથી 
બહાર ન નિકળવું. ત્યારે કોરોનાથી બચાવ શકય છે. 
 
રસી લીધા પહેલા અને પછી કેવો હોવો જોઈએ ખાન-પાન જો તમે રસી લગાવવા જઈ રહ્યા છો તો આ જરૂરી છે કે ખાન-પાનને યોગ્ય રાખો. સ્વસ્થ આહાર લેવો. તળેલું ન ખાવું તો વધારે સારું અને પૂરતી માત્રામાં 
પાણી પીતા રહો. કારણકે આ ગર્મીના છે તડબૂચ, કાકડી જેવા પાણીથી ભરપૂર વસ્તુઓનો સેવન કરો. આ સમયે દારૂ, સિગરેટ વગેરેથી દૂરી બનાવી રાખો. આ વસ્તુઓને ધ્યાન રસી લગાવ્યા પછી પણ રાખો અને 
સ્વસ્થ ભોજન કરવું. તેનાથી તમે કોરોનાની આ લડતમાં ખૂબ મદદ મળશે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉનાળામાં મગજને શાંત રાખવા માટે પીવો ચૉકલેટ્ શેક