Heart Day 2023: ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયેટ સાથે જોડાયેલ કમીઓને કારણે આજકાલ દિલની બીમારી ઝડપથી વધી રહી છે. સાથે જ ઉંઘની કમી અને વધતા તનાવ દિલની બીમારીઓને ઝડપથી વધારી શકે છે. આવામાં જે લોકો હાઈ બીપીના દર્દી છે કે જેમનુ કોલેસ્ટોલ વધતુ રહે છે કે પછી દિલ સાથે સંકળાયેલી સમસ્યાઓ છે તેમને દરેક થોડા દિવસ પછી ઈસીજી(ECG) ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. પણ આ કેમ જરૂરી છે. શુ આ ટેસ્ટ કરવાથી હાર્ટ એટેક વિશે જાણી શકાય છે ? જાણીએ આ તમામ વસ્તુઓ વિશે..
ECGની તપાસથી શુ જાણ થાય છે - Can an ECG detect a heart attack
ડોક્ટર પ્રદીપ કુમાર નાયક બતાવે છે કે દિલ સંબંધિત સમસ્યાઓ માટે ઈસીજી (ECG) થી હાર્ટ એટેક આવવાની જાણ થઈ શકે છે અને તેના આધાર પર ડોક્ટરને યોગ્ય ઉપચાર નિર્ધારિત કરવામાં મદદ મળે છે. ઈસીજીના માધ્યમથી રોગીને હાર્ટ એટેકથી બચાવી શકાય છે. ઈસીજી દ્વારા હાર્ટની આર્ટી ની બ્લોકેજ વિશે અંદાજ લગાવી શકાય છે. આ સિવાય પણ તે અનેક વસ્તુઓ બતાવી શકે છે.
- તમારા હાર્ટ રેટ
- હ્રદયગતિમા દિલ કેવી રીતે કામ કરી રહ્યુ છે.
- ઓક્સીજન સપ્લાય કેવુ છે.
- દિલના સાઈઝ અને સ્ટ્રક્ચર વિશે ખરાબીઓની જાણ લગાવવામાં મદદ કરી શકે છે.
આ રીતે જાણ થઈ શકે છે કે હાર્ટના બ્લડ પંપ કરવાનુ પ્રેશર કેવુ છે. ક્યાક કોઈ બ્લોકેજ તો નથી જેથી તેનો ફ્લો યોગ્ય રહે અને તમે હાર્ટ એટેકથી બચી શકો.
ECG કરાવવો કેમ જરૂરી છે - Why its important for heart patients
ECG વધુ મોંઘો નથી અને સાથે જ તેમાં ઘણો ઓછો સમય લાગે છે અને તેમાં કોઈ દુખાવો પણ થતો નથી. તેથી દિલના દરેક દર્દીએ આ ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. આ સિવાય જો તમને શ્વાસ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા, છાતીમાં દુખાવો, અચાનક ગભરાટ, વધુ પડતો પરસેવો, ગભરામણ, તમારા દિલના ધબકારા ખૂબ જ ઝડપી હોય, તો આ તમામ સ્થિતિઓને સમજવી અને તેના કારણોને સમજવું જરૂરી છે. આ માટે ઈસીજી ટેસ્ટ જરૂરી છે. ખાસ કરીને હાર્ટ પેશેંટને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી હાર્ટ પેશેંટ માટે ઈસીજી ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે.