Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Skipping benefits- દોરડા કૂદવાના ફાયદા જાણો છો ?

Skipping benefits- દોરડા કૂદવાના ફાયદા જાણો છો ?
, રવિવાર, 3 જાન્યુઆરી 2021 (12:45 IST)
દોરડા કૂદવાથી બાળકોનુ કદ લાંબુ થાય છે અને શરીર પણ ફિટ રહે છે. જાડાપણુ દૂર કરવા અને શરીરને ફિટ રાખવા માટે આ ખૂબ લાભકારી છે. આજકાલના બિઝી શેડ્યૂલમાં ઘણા લોકો પાસે વ્યાયામ માટે કે જીમ જવા માટે સમય નથી હોતો. સ્કીપિંગ રોલથી ઘરમાં રહીને પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. દિવસમાં ફક્ત અડધો કલાક પણ દોરડા દૂકવા આરોગ્ય માટે લાભકારી હોય છે.  આનાથી મહેનત વગર શરીર પરની ફાલતૂ ચરબી દૂર કરી શકાય છે.  મહિલાઓ પણ દોરડાં કૂદીને ઘરમાં રહીને જ પોતાનુ શરીર ફિટ રાખી શકે છે.  તેનાથી ફક્ત જાડાપણું જ નહી આરોગ્યના પણ ખૂબ ફાયદા થાય છે. 
 
 
- વજન ઓછુ કરવુ 
 
દોરડા કૂદવાથી શરીરની ચરબી ખૂબ જલ્દી ઓછી થાય છે. સ્કિપિંગ કરવી જૉગિંગ કે દોડવા બરાબર હોય છે.  તેનાથી શરીરની કૈલોરી જલ્દી ઓછી થાય છે.   જેનાથી વજન ઓછુ થવા માંડે છે. તેનાથી પેટ અને જાંધની ચરબી જલ્દી હટે છે.  રોજ 30 મિનિટ તેને કરવાથી મહિનામાં જ વજનમાં ખાસ્સો ફરક પડે છે. 
 
- દિલ માટે લાભકારી - દોરડા કૂદવાથી દિલની ધડકન ઝડપી થઈ જાય છે જેનાથી દિલ ઝડપથી કામ કરવા માંડે છે. તેનાથી લોહીનો પ્રવાહ પણ યોગ્ય રીતે આખા શરીરમાં પહોંચે છે.  દોરડા કૂદવાથી શરીરનો સ્ટેમિના વધી જાય છે અને વ્યક્તિના કામ કરવાની શક્તિ વધે છે.  કેટલાક લોકોને શ્વાસની તકલીફ થાય છે. દોરડા કૂદવાથી આ સમસ્યાથી પણ છુટકારો મળે છે. 
 
- હાડકાં મજબૂત 
 
અનેક લોકોમાં 35ની વય પછી હાડકાં કમજોર થવા માંડે છે.   જેનાથી તેમને સાંધાના દુખાવાની ફરિયાદ ઉભી થાય છે. કેટલીક મહિલાઓના માસિક ધર્મ પછી જ માંસપેશીયો કમજોર થવા માંડે છે.   આવામાં દોરડા કૂદવા ખૂબ લાભકારી રહે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. દોરડા કૂદવાથી ગરદનના દુખાવામાં રાહત મળે છે. 
 
- ત્વચા માટે 
 
દોરડા કૂદવાથી લોહીનુ વહેણ આખા શરીરમાં ફેલાય છે.  જેનાથી સ્કિનની દરેક સમસ્યા દૂર થાય છે.  દોરડા કૂદવાથી ખૂબ પરસેવો નીકળે છે અને શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે.  દોરડા કૂદવાથી સ્કિનના દાગ ધબ્બા સાફ થઈ જાય છે અને ચેહરો ગ્લો કરવા માંડે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips- ભોજન પછી પાણી ક્યારે પીવું જોઈએ