Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આયુર્વેદ: હેલ્થ અને બ્યુટી માટે રામબાણ છે જામફળ, એક્સપર્ટથી જાણો તેને ખાવાનુ યોગ્ય સમય

આયુર્વેદ: હેલ્થ અને બ્યુટી માટે રામબાણ છે જામફળ, એક્સપર્ટથી જાણો તેને ખાવાનુ યોગ્ય સમય
, સોમવાર, 14 નવેમ્બર 2022 (16:26 IST)
જામફળ ખાવાના ફાયદા- 
Guava Benefits: જામફળ સ્વાદમાં મીઠા અને ખાટા હોય છે. તેની સાથે આ ફળ પોષક તત્વથી ભરપૂર હોય છે. જે સ્કિનથી લઈને આરોગ્ય સુધી માટે ફાયદાકારી છે.. આયુર્વેદિક એક્સપર્ટથી જાણો ફાયદા 
 
શિયાળામાં આવતુ ફળ જામફળ સ્વાદમાં લાજવાબ હોય છે. આ ટ્રાપિકલ ફળને વધારેપણુ લોકો ખાવુ પસંદ કરે છ્ આયુર્વેદ ડાકટર એ તાજેતરમા તેમના ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં જામફળના ફાયદા અને તેના ઉપયોગથી લઈને ખાવાનુ યોગ્ય સમય પર તેને ખાવા વિશે જણાવ્યુ છે. 
 
જામફળ ઠંડા હોય છે અને સ્વાદમાં મીઠા અને ખાટા હોય છે. આ સાથે, તેઓ 3 દોષોને સંતુલિત કરે છે - વાત, પિત્ત અને કફ. જામફળ ડાયટ્રી ફાઈબર વિટામિન એ, સી, ફોલિક એસિડ મિનરલ્સ, પોટેશિયમ, કૉપર, મેગ્નીજથી ભરપૂર હોય છે. જામફળમાં કેરોનાયડસ અને પૉલીફેનોલ્સ બન્ને હોય છે. હે તેને એંટી એજીંગ અને એંતી કેંસર ગુણની સાથે ત્વચા અને વાળ માટે સૌથી સારુ બનાવે છે. 
 
ફળના પાન એન છાલટાના પણ છે ફાયદા 
જામફળના પાન અને છાલટા બધા ભાગ ઔષધિના રૂપમાં ઉપયોગ થાય છે. આ એસિડિટી, માસિક ખેંચ, ઠંડા ચાંદા, આધાશીશી માથાનો દુખાવો દૂર કરે છે. તેના આ સિવાય આ ફળ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, પોષણની ઉણપ, તાવ અને વજન ઘટાડવા માટે ઉત્તમ છે.
 
Guava leaves kadha: જામફળના પાનના આ રીતે બનાવો ઉકાળો, મિનિટોમાં મળશે શરદી-ખાંસીથી રાહત 
જામફળના પાનથી ઉકાળો- માસિક ધર્મની ખેંચાણ, એસિડિટી, ડાયાબિટીસ અને તંદુરસ્ત વાળને હેલ્દી રાખવા માટે તમે ઉકાળો બનાવી શકો છો. તેને બનાવવા માટે 4 કપ પાણીમાં 7 થી 10 પાન ઉકાળો. પછી તે જ્યારે ઉકળીને અડધો થઈ જાય ત્યારે સુધી ઉકાળો. પછી તેને ખાલી પેટ દિવસમાં 1-2 વાર પીવો. 
 
ઉકાળાના ફાયદા 
- આ ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના ચાંદલા દૂર થાય છે. તેની સાથે મસૂડાથી લોહી આવવાનો બંદ થઈ જાય છે અને આ મોઢાના સ્વાસ્થયને બનાવી રાખવામાં મદદ મળે છે. 
- આ ઉકાળાથી તમારા વાળને ધોવાથી વાળનુ ખરતા રોકવામાં મદદ કરે છે. તેની સાથે હેલ્દી વાળને ગ્રોથને વધારો મળે છે. 
- જામફળ પાનના પેસ્ટ- જામફળના તાજા પાંદડાની પેસ્ટ બળતરા, તાવ, માથાનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.
જામફળને ફળ તરીકે ખાઓઃ તમારી ભૂખ પ્રમાણે દિવસમાં 1-2 જામફળ ખાઈ શકાય છે.
 
જામફળ ખાવાના ફાયદા 
- જામફળ ખાવાના ફાયદા
તે તમારી વજન ઘટાડવાને સરળ બનાવે છે. તે તમારી ક્રેવિંગને ઘટાડે છે અને તમારા પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે.
 
- તમારા હૃદયની સાથે, તે ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે કાર્ડિયો પ્રોટેક્ટર છે.
- તે આંખો માટે સારું છે, આંખોની રોશની સુધારે છે કારણ કે તે વિટામિન A થી ભરપૂર છે.
- વિટામિન સી અને અન્ય એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી ત્વચા અને વાળને સુધારવામાં મદદ કરે છે.
- પીરિયડ ક્રેમ્પ્સથી લઈને માઈગ્રેન સુધી, જામફળ આ બધા માટે કામ કરે છે.
 
જામફળ ખાવાનો શ્રેષ્ઠ સમય
જામફળ પ્રકૃતિ ઠંડક આપે છે, તેથી જ્યારે સૂર્ય હોય ત્યારે તેને ખાવું શ્રેષ્ઠ છે. એટલે કે, તે બપોરે ખાઈ શકાય છે. તે લંચના એક કલાક પહેલા અથવા જમ્યા પછી 2 કલાક સુધી ખાઈ શકાય છે. આ સિવાય તેને મોડી સાંજે, વહેલી સવારે કે રાત્રે ખાવાનું ટાળવું જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Diabetes Day : 4 વર્ષમાં બમણા થયા ગુજરાતમાં ડાયાબિટિસનાના દર્દી, જેનરિકથી ઘટશે આર્થિક બોજો