Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંચળનું સેવન કરવાથી દૂર થાય છે ઘણા રોગ

સંચળનું સેવન કરવાથી દૂર થાય છે ઘણા રોગ
, શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (15:27 IST)
સંચળ દરેક ઘરમાં ઉપયોગ કરાય છે. એમાં વિટામિન વધારે માત્રામાં હોય છે. ભોજનમાં સંચળ નાખવાથી સ્વાદ વધી જાય છે. એનુ સેવન કરવાથી પેટ સંબંધિત  ઘણા રોગ દૂર હોય છે. આરોગ્ય માટે સંચળ ખૂબ  લાભકારી હોય છે. એનું સેવન કરવાથી ઘણા રોગોથી છુટકારો મેળવી શકાય  છે. આવો જાણીએ એના ફાયદા વિશે. 
 
 
1. સાંધાના દુખાવો- સંચળના  ઉપયોગથી સાંધાના દુ:ખાવાથી રાહત મળે છે. સંચળને  સૂતરના કપડામાં નાખી એક પોટલી બનાવી લો અને એને કડાહીમાં ગરમ કરો. એનાથી સાંધાનો શેક કરો. આવું દિવસમાં 3-4 વાર કરો. 
 
2. પાચન ક્રિયાને કરો દુરૂસ્ત- પાણી સાથે સંચળનો  ઉપયોગ કરવાથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. આથી પેટના ગેસથી છુટકારો મળે છે. હાજમા માટે સંચળ ખૂબ લાભદાયક છે. એને લીંબૂ સાથે પીવાથી પેટની ઘણી પરેશાનીઓ દૂર થાય છે. 
 
3. જાડાપણાને ઘટાડે  - પાણીમાં સંચળનો ઉપયોગ કરવાથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. એનાથી પેટની ગેસથી છુટકારો મળે છે. હાજમા માટે સંચળ  ઘણા લાભદાયક છે. એને લીંબૂ સાથે પીવાથી પેટની ઘણી પરેશાનીઓ દૂર થાય છે. 
 
4. દિલને રાખે આરોગ્યકારી - સંચળ  ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ ઓછું થવાથી દિલનું  સ્વાસ્થય સારું રહે છે. એમાં સામાન્ય મીઠા કરતા ઓછું સોડિયમ હોય છે જે દિલને આરોગ્યકારી બનાવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Heart Day: દિલને રાખવું છે આરોગ્યકારી તો ભૂલીને પણ ન ખાવો આ ફૂડ