Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health Tips - બીટના જ્યુસને મધ સાથે મિક્સ કરીને પીવાના બેમિસાલ ફાયદા જાણો છો

Health Tips - બીટના જ્યુસને મધ સાથે મિક્સ કરીને પીવાના બેમિસાલ ફાયદા જાણો છો
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (14:21 IST)
બીટ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે. તેનુ જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત બીટના જ્યુસમાં મઘ નાખીને પીવાથી અનેક ફાયદા મળે છે. 
 
1. એંટીઓક્સીડેંટ - બીટમાં રહેલ એંટીઓક્સીડેંટ તત્વ શરીરને મજબૂતી પ્રદાન કરે છે. આ ઈમ્યુનિટી પાવરને વધારે છે અને અનેક બીમારીઓથી બચાવે છે. રોજ એક ગ્લાસ બીટના જ્યુસમાં મધ મિક્સ કરીને પીવો. 
 
2. બ્લડ સર્કુલેશન - બીટના રસ અને મધ બંનેમાં નાઈટ્રેટની માત્રા ખૂબ હોય છે. તેનુ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી. 
 
3. પાચન શક્તિ કરો મજબૂત -   તેના જ્યુસમાં મોટા પ્રમાણમાં ફાયબર હોય છે જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોને કબજિયાત ની ફરિયાદ રહે છે તેમને માટે આ જ્યુસ ખૂબ લાભકારી હોય છે. 
 
4. કોલેસ્ટ્રોલ નિયંત્રિત - બીટમાં ખાંડના સ્થાન પર મધ નાખીને પીવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ જ્યુસ એનીમિયા અને હાર્ટની બીમારીઓથી બચાવે છે. 
 
5. વજન ઓછુ - તેમા કેલોરી ઓછી હોવાને કારણે શરીર ફિટ રહે છે અને વજન ઓછુ કરવામાં પણ તેનુ જ્યુસ ખૂબ મદદગાર છે. 
 
6. ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી - તેમા ફોલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ મા અને બાળકો બંને માટે ખૂબ લાભકારી હોય છે. 
 
7. નબળાઈ કરે દૂર - બીટમાં પુષ્કળ પ્રમાણમાં આયરન જોવા મળે છે. જે શરીરને શક્તિ આપે છે. જેમને શારીરિક નબળાઈની ફરિયાદ છે તેમને આ જ્યુસનું સેવન જરૂર કરવુ જોઈએ. 
 
8. ચમકદાર ત્વચા માટે - તેનાથી શરીરમાં બ્લડ સારી રીતે સર્કુલેટ થાય છે જેનાથી ત્વચામાં નિખાર આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Akbar Birbal Story in Gujarati - બીરબલનું નામકરણ