Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો માસિક ધર્મના સમયે કઈ-કઈ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

જાણો માસિક ધર્મના સમયે કઈ-કઈ 5 વસ્તુઓનું  સેવન ન કરવું જોઈએ.
, રવિવાર, 28 ઑક્ટોબર 2018 (09:47 IST)
માસિક ધર્મના સમયે પેટમાં  ત્યારે  દુ:ખે છે જ્યારે ગર્ભાશય અને પેટની માંસપેશીઓ માસિક ધર્મના સમયે નીકળતા પદાર્થને બહાર ધકેલે છે. જ્યારે શરીરમાં આ રીતનું સંકુચન થાય છે. ત્યારે ક્રેમ્પ્સ આવે છે અને  એવું જોવાય છે કે જે મહિલાઓમાં ગ્લેંડસ હાર્મોન  જેવા તત્વ સ્તરથી વધારે હોય છે.  એમને માસિક ધર્મના સમયે વધારે દુ:ખાવો થાય છે. જો તમને હમેશા  આવો દુ:ખાવો થાય છે તો બીજી વાર માસિક ધર્મના સમયે આ ખાદ્ય પદાર્થોની જે યાદી આપી છે, તેનુ સેવન માસિક ધર્મના સમયે ન  કરવું જોઈએ. આવો જોઈએ પીરિયડસના દુ:ખાવામાં તરત રાહત અપાવે એવો  આ એક ઘરેલૂ ઉપાય 

 

1. કેફીન - ચા કૉફી કે સૉફટ ડ્રિકંસમાં ભેળવાતા કેફીન નુકશાનદાયક હોય છે અને આ માસિક ધર્મના સમયે થતા ક્રેમ્પસને વધારી શકે છે. કેફીન માંસપેશીઓને સંકુચિત કરે છે અને માંસપેશીઓમાં તનાવ વધારે છે. જેને  કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી સારુ રહેશે કે માસિક ધર્મના સમયે કેફીનનું  સેવન ન કરવું . 
webdunia
2. આલ્કોહલ- માસિક ધર્મના સમયે વધારે આલ્કોહોલનું  સેવન કરવાથી દુ:ખાવો વધી શકે છે અને તમારા નીચલુ  પેટ ફૂલી શકે છે. એવું એ માટે હોય છે કારણકે અલ્કોહોલ મૂત્રવર્ધક હોય છે જેના કારણે માસિક ધર્મના સમયે તમારા શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. 

3. ચોકલેટ- ચોકલેટમાં કેફીન હોય છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. આ રક્ત વાહીનીઓને સંકુચિત કરે છે જેના કારણે દુ:ખાવો વધી જાય છે . આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવાની સલાહ અપાય છે. 
webdunia
4. માંસાહાર - ઘણા અધ્યયનોથી જાણ થઈ છે કે લાલ માંસ ખાવાથી માસિક ધર્મના  સમયે થતો દુ:ખાવો વધી જાય છે. લાલ માંસમાં ઉપસ્થિત અરચિડોનિક એસિડ પ્રોસ્ટેટ ગ્લેંડસને ઉત્તેજિત કરે છે જે માસિક ધર્મના સમયે થતા દુ:ખાવાને વધારે છે. 

5.  દૂધ ઉત્પાદ- દૂધ ઉત્પાદ જેવા દૂધ, યોગર્ટ, માખણ અને ચીઝમાં અરચિડોનિક એસિડ હોય છે જે માસિક ધર્મ  સમયે થતા દુ:ખાવાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવુ. 
webdunia

 
6.ફરસાણ  - ચિપ્સ, પ્રોસેસ્ડ ફૂડ મીઠું વગેરે પદાર્થના સેવન માસિક ધર્મના સમયે ન કરો . આ પદાર્થોમાં વધારે માત્રામાં મીઠું હોય છે જેના કારણે શરીરમાં પાણી એકત્ર થાય છે અને માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધે છે. 

7. અથાણું- નમકીન અને ખાટા પદાર્થ જેમાં અથાણું પણ શામેલ  છે વગેરેમાં સોડિયમ પ્રચુર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે આથી માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. આથી માસિક ધર્મના સમયે આનુ  સેવન ન કરવું જોઈએ. 
webdunia
8.ડબ્બાબંદ ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તરને વધારે છે જ્યારે એસ્ટ્રોજનનું  સ્તર વધારે છે તો ગર્ભાશયમાં અસંતુલન થાય છે જેના કારણે માસિક ધર્મના સમયે થતો દુ:ખાવો વધી જાય છે. 

9. તળેલા ખાદ્ય પદાર્થ- તળેલા ખાદ્ય પદાર્થ શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને વધારે છે  જેના કારણે ગર્ભાશયમાં અસંતુલન થાય છે  આ કારણે માસિક ધર્મના સમયે સ્નાયુઓમાં થતી ખેંચ વધી જાય છે. 
webdunia
10. ખાંડ- ખાંડ સોજાને વધારે છે આથી માસિક ધર્મના સમયે એનું સેવન ન કરવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીમાં બનાવો મસ્ત ચકલી