આમ તો દહીં બધા માટે લાભકારી હોય છે પણ આયુર્વેદ મુજબ એને રાત્રે ખાવાથી બચવું જોઈએ. રાત્રિના સમયે દહી શરીરમાં કફ દોષ વધારે છે. આયુર્વેદનું માનીએ તો રાત્રિના સમયે આપણા શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. આથી રાત્રે દહીનું સેવન ન કરવું જોઈએ. કારણકે આ સમસ્યાને વધારે છે. આવુ કરવાથી પેટના રોગ થશે.
દહીનો ટેસ્ટ ખાટો , તાસીર ગરમ અને પચાવામાં ભારે હોય છે. આ વસા, તાકત, કફ , પિત્ત ,પાચન શક્તિ વધારે છે. શરીરમાં જો સોજો હોય તો દહીં ખાવાથી બચવું જોઈએ કારણકે આ સોજાને વધારે છે. ધ્યાન રાખજો કે આ વાત માત્ર ખાટા દહીં માટે લાગુ પડે છે.
ખાટા દહીને ક્યારે પણ ગરમ કરીને ન ખાવું જોઈએ . દહીને રાત્રે જ નહી પણ વસંતમાં પણ ન ખાવું જોઈએ.
દહી ફેસ પેકથી ચેહરો બનશે ચમકદાર - સ્વસ્થ પેટની સમસ્યા હોય કે પછી મૂત્ર સંબંધી સમસ્યા , દહીને મધ ,ઘી ,ખાંડ અને આમળા સાથે ખાવાથી રાહત મળે છે.
આયુર્વેદના નિયમ મુજબ દહીને જેટ્લું હોય રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. જો તમને દહી ખાવુ જ છે તો દહી ખાતા સમયે એમાં ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરી દેવો જોઈએ. તમે એમાં મેથી પાવડર પણ મિક્સ કરી શકો છો. આ પેટ સંબંધી રોગોથી પણ દૂર કરશે. રાત્રે દહીમાં ખાંડ મિક્સ કરીને ક્યારેય ન ખાવું. દહીંને બદલે છાશનું સેવન કરશો તો ઉત્તમ રહેશે.