Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અશ્વગંધાનુ સેવન કરતા પહેલા જાણી લો પૂરી જાણકારી, ફાયદાના સ્થાને ક્યાક ન થાય નુકશાન

અશ્વગંધાનુ સેવન કરતા પહેલા જાણી લો પૂરી જાણકારી, ફાયદાના સ્થાને ક્યાક ન થાય નુકશાન
, શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (18:55 IST)
આયુર્વેદમાં એવી અનેક જડી બુટ્ટીઓ બતાવી છે. જેના નિયમિત ઉપયોગથી આપણે અનેક ઘાતક બીમારીઓથી બચી શકીએ છીએ. આયુર્વેદમાં અશ્વગંધાના પણ અનેક ગુણ બતાવ્યા છે. આવો જાણીએ અશ્વગંધામાં કયા ગુણ છે. 
 
ગુણોની ખાન છે અશ્વગંધા 
 
અશ્વગંધામાં એંટીઓક્સીડેટ, લીવર ટૉનિક, એંટી ઈફ્લેમેટરી, એંટી બેક્ટેરિયલ સાથે બીજા અનેક પોષક તત્વ હોય છે. જે તમારી બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.  આ ઉપરાંત તેમા એંટી સ્ટ્રેસ ગુણ પણ હોય છે.  જે સ્ટ્રેસ ફ્રી કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેને ઘી કે દૂધ સાથે મળીને સેવન કરવાથી વજન વધારવામાં મદદ મળે છે. 
 
અશ્વગંધાના ફાયદા 
 
- અશ્વગંધાનો ઉપયોગ કેંસર જેવી ખતરનાક બીમારીમાં ખૂબ જ અસરકાર હોય છે 
- અનેક રિસર્ચમાં બતાવ્યુ છે કે અશ્વગંધા કેંસર સેલ્સને વધારતા રોકે છે અને કેંસરના નવા સેલ્સ બનવા દેતુ નથી.  આ શરીરમાં રિએક્ટિવ ઑક્સીજન સ્પીશીજનુ નિર્માણ કરે છે.  જે કેંસર સેલ્સને ખતમ કરવા અને કીમોથેરપીથી થનારા સાઈડ ઈફેક્ટ્સથી પણ બચાવવાનુ કામ કરે છે.  
- અશ્વગંધામાં રહેલા ઑક્સીડેંટ તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનુ કામ કરે છે. જે તમને શરદી તાવ જેવી બીમારીઓથી લડવાની શક્તિ પ્રદાન કરે છે. 
-અશ્વગંધા વાઈટ બ્લ ડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સ બંનેને વધારવાનુ કામ કરે છે. જે અનેક ગંભીર શારેરિક સમસ્યાઓમાં લાભદાયી છે. 
- અશ્વગંધા  માનસિક તણાવ  જેવી ગંભીર સમસ્યાઓ સુધારવામાં  ફાયદાકારક છે. એક અહેવાલ મુજબ, અશ્વગંધાના ઉપયોગથી તનાવ  70 ટકા સુધી ઘટાડી શકાય છે. આ તમારા શરીર અને માનસિક સંતુલનને યોગ્ય રાખવામાં અસરકારક છે. તેનાથી ઊંઘ સારી આવે છે અશ્વગંધા અનેક સમસ્યાઓથી છૂટકારો અ પ આપાવવાનુ કામ કરે છે.
-  અશ્વગંધાનો ઉપયોગ તમારી આંખોની રોશની વધારવાનું કામ કરે છે. દરરોજ દૂધ સાથે પીવાથી આંખોનો સ્ટ્રેસ પણ ટાળી શકાય છે.
 
 
અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું
 
અશ્વગંધા પાવડર ખાવાની રીત ખૂબ જ સરળ છે. અશ્વગંધાનો પાવડર પાણી, મધ અથવા ઘી સાથે મિક્સ કરીને લઈ શકાય છે. આ સિવાય અશ્વગંધા કેપ્સ્યુલ્સ, અશ્વગંધા ચા અને અશ્વગંધાનું  જ્યુસ પણ માર્કેટમાં અને  ઓનલાઇન સરળતાથી મળી જાય છે.
 
 
ક્યારે તેનું સેવન કરવું
 
રાત્રે સુતા પહેલા દૂધ સાથે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ સિવાય, જમ્યા પછી પણ લઈ શકાય છે. ઘણા લોકો ખાલી પેટ પર પણ તેનું સેવન કરે છે, પરંતુ કેટલાક લોકોને ખાલી પેટ અશ્વગંધા નુકશાન કરે છે, તેથી તેનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ  છે કે આયુર્વેદિક ડોક્ટર અથવા નેચરોપેથી નિષ્ણાતની સલાહ લીધા પછી તેનુ સેવન કરવુ જોઈએ. 
 
 
અશ્વગંધાથી નુકસાન
 
અશ્વગંધા ફક્ત ડોક્ટરની સલાહ પછી જ  લેવુ  જોઈએ. જેમનુ બીપી ઓછું હોય તેમણે અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ.
- અશ્વગંધાનો અતિશય ઉપયોગ પેટ માટે હાનિકારક હોઈ શકે છે. તેને લેવાથી ઝાડા થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલા, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તે પછી જ તેનું સેવન કરવું જોઈએ.
- અશ્વગંધાનો ઉપયોગ ઉંઘ માટે સારો છે. પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ તમને નુકસાન પણ કરી શકે છે.
- અશ્વગંધાનો યોગ્ય ડોઝ ન લેવાથી ઉલટી અને ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- અશ્વગંધાનો વધુ ઉપયોગ તમારા માટે હાનિકારક પણ હોઈ શકે છે. અશ્વગંધાનો અતિશય ઉપયોગ કરવાથી તાવ, થાક અને પીડા પણ થઈ શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રીતે ઘરે બનાવો લસણવાળા સેવ મમરાની ચટપટી રેસીપી