Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફટકડી (Alum)પારંપરિક ભારતીય સેનીટાઈઝર

ફટકડી (Alum)પારંપરિક ભારતીય સેનીટાઈઝર
, શુક્રવાર, 5 જૂન 2020 (17:26 IST)
ફટકડી એક પારંપરિક ભારતીય સેનીટાઈઝર છે. જ્યારે અમે ફટકડી 
વર્ષોથી આપણા ઘરમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
જો ઘરે અથવા બહાર સાબુ અથવા સેનિટાઇઝર ઉપલબ્ધ ન હોય તો, પછી ફટકડીનો ટુકડો પણ વાપરી શકાય છે. ફટકડીમાં એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે. જે પાણીને ખૂબ શુદ્ધ બનાવે છે. જો તમે ફટકડીનો ટુકડો પાણીમાં નાંખો અને તેનાથી તમારા હાથ ધોશો તો રોગોથી બચી શકાય છે. એકંદરે, સાદા કરતાં ફટકડીના પાણીથી હાથ ધોવા વધુ અસરકારક છે.

આ લાલ અને સફેદ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવે છે.
 
જાણો ફટકડીના આ ખાસ ગુણ
 
- જે લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે.
 
-ફટકડીના પાણીથી યોનિને સવારે સાંજે નિયમિત ધુવો. પંસારી પાસેથી સંગે જરાહત અને ફટકડી લઈને બંને વાટી લો અને અડધો ગ્રામ ચૂરણની ફાંકીને તાજા પાણી સાથે કે ગાયના દૂધ સાથે સવાર સાંજ અને બપોરે ત્રણ વાર લો. થોડાક જ સમયમાં જરૂર લાભ થશે.
 
- શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.
 
- જો વાગ્યુ હોય તો અને લોહી નીકળતુ હોય તો ઘા ને ફટકડીના પાણીથી ધૂઓ અને ઘા પર ફટકડીનું ચૂરણ લગાવીને છાંટવાથી લોહી નીકળવુ બંધ થઈ જાય છે.
 
- ફટકડી અને કાળા મરી વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતોની પીડામાં લાભ થાય છે
 
- સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.
 
- અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમો અને ખાંસીમાં ખૂબ લાભ મળે છે.
 
- સેકેલી ભટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલ્ટી બંધ થઈ જાય છે.
 
- દાંતના દુખાવાથી બચવા માટે ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતનો દુખાવો ઠીક થઈ જાય છે.
 
- ફુલાયેલી ફટકડીને એક તોલા અને સાકરને બે તોલા બારીક વાટીને રાખી લો. એક એક માશા રોજ સવારે ખાવાથી દમાનો રોગમાં લાભ થાય છે.
 
- રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.
 
- દોઢ ગ્રામ ફટકડી પાવડરને ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાના થનારા દુખાવો દૂર થઈ જાય છે.
 
- ટાંસિલની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરો. તેનાથી ટાંસિલની સમસ્યામાં જલ્દી આરામ મળી જાય છે.
 
- ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.
 
- એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીનુ ચૂરણ મિક્સ કરી લો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જુ મરી જાય છે.
 
- મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે.
 
- દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવી લો. આ મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.
 
- કાનમાં ફોલ્લી અથવા પરૂ થયો હોય તો એક પ્યાલીમાં થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરો અને પિચકારી દ્વારા કાન ધોઈ લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ