Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 Chana Health benefits- દેશી ચણામાં મધ નાખીને ખાવાના 8 ફાયદા જાણો છો

8 Chana Health benefits-  દેશી ચણામાં મધ નાખીને ખાવાના 8  ફાયદા જાણો છો
, શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (09:35 IST)
કાળા ચણા એટલે કે દેશી ચણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે.
કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ આયરન અને વિટામિનના ગુણોથી ભરપૂર કાળા ચણાને પલાળીને રોજ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આમ તો પલાળેલા ચણ ખાવાથી અનેક ફાયદા થાય છે પણ શુ તમે જાણો છો કે તેમા મધ નાખીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. તેનુ સેવન અનેક બીમારીઓને જડથી ખતમ કરી નાખે છે. આવો જાણીએ રોજ પલાળેલા ચણામાં મધ મિક્સ કરીને ખાવાથી તમને શુ શુ ફાયદા થશે.
 
1. કોલેસ્ટ્રોલ કંટ્રોલ - કાળા ચણાને રાતના સમયે પલાળીને સવારે તેમા મધ નાખીને ખાવ. રોજ આનુ સેવન કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
તેમા હાર્ટ પ્રોબ્લેમનો ખતરો ટળી જાય છે.
 
2. કિડની પ્રોબ્લેમ - રોજ આનુ સેવન બોડીના ટૉક્સિન્સ દૂર કરે છે. તેનાથી તમને કિડની સાથે જોડાયેલ બધી પ્રોબ્લેમથી છુટકારો મળી જાય છે.
 
3. કબજીયાતની સમસ્યા - જે લોકોને અવારનવાર કબજિયાતની સમસ્યા રહે છે તેમને માટે આ ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ ફાઈબરની માત્રાથી ડાઈજેશન સિસ્ટમ ઠીક રહે છે અને કબજિયાતની પરેશાની દૂર થાય છે.
 
4. લોહીની કમી - ચણા અને મધ બંનેમાં ભરપૂર આયરન હોય છે. તેથી તેનુ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ જાય છે.
 
5. મજબૂત હાંડકા - કાળા ચણા ચાવવાથી તમારી એક્સરસાઈઝ થઈ જાય છે. જેનાથી દાંતો સાથે હાડકાં પણ મજબૂત થાય છે.
આ ઉપરાંત તેનાથી તમને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ પ્રકરની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
 
6. ડાયાબિટીસ - સવારે તેનુ સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારી છે.
 
ચણાને અન્ય કંઈ રીતે ખાવવાથી થાય છે ફાયદા ?
 
1. કાળા ચણા, સેંધાલૂણ અને કાળા મરીનો પાવડર નાખીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
2. કાળા ચણા ખાવથી જ નહી પણ રોજ તેનુ પાણી પીવાથી પણ અનેક સમસ્યા દૂર થાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનો સુવિચાર- વાહ રે! મોસમ