Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ ટિપ્સ -પથરીના દુ:ખાવાથી રાહત આપશે આ નુસ્ખા

હેલ્થ ટિપ્સ -પથરીના દુ:ખાવાથી રાહત આપશે આ નુસ્ખા
, મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (16:29 IST)
પથરી આપણા શરીરમાં આપમેળે જ બનવી  શરૂ થાય છે. એના બનવાની કોઈ ચોક્કસ વય નથી હોતી. પ્રથમ  એ નાના-નાના રૂપમાં રહે છે પછી જ્યારે તે મોટી થઈ જાય તો એના દુ:ખાવાને સહન કરવુ મુશ્કેલ થઈ જાય  છે. પથરી આપણા શરીરમાં આપમેળે જ બને છે. જેમ કે પિત્તની પથરી  ,ગુર્દાની પથરી અને કોઈ પણ જ્ગ્યાએ પહેલા નાની પછી મોટી થવા માંડે છે. થોડા ઘરેળુ ઉપાયની સહાયતાથી તમે આ પથરીના દુખાવામાં રાહત મેળવી શકો છો. 
 
* પથરી થતાં નારિયેળ પાણી પીવાથી ફાયદો થાય છે. 
 
* આમળાનો  પાવડર તૈયાર કરી મૂળા સાથે સેવન કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો. 
 
* જીરા અને ખાંડને વાટી આ મિશ્રણનું  સેવન ઠંડા પાણીથી કરવાથી પથરીથી રાહત મેળવી શકો છો. 
 
* કેરીના પાંદડાને સુકાવી તેને સારી રીતે વાટી રોજ એનુ  સેવન કરવાથી લાભ મળે છે. 
 
* પથરી થતાં ચા અને કૉફીનું  સેવન વધારે ન કરવુ  જોઈએ. દુખાવો વધારે થાય છે. 
 
* તુલસીના બીજા અને દૂધનું  સેવન કરવાથી પથરીથી રાહત મળી શકે છે. 
 
* તુલસીના પાંદડાને દરરોજ ચાવવાથી પણ રાહત મળે છે. 
 
* ડુંગળીનું  સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળે છે અને શક્ય હોય  તો ડુંગળીના તાજા રસનું સેવન કરવાથી   કિડનીની  પથરી માટે ખૂબજ લાભદાયક સિદ્ધ થાય છે. 
 
- દ્રાક્ષનું સેવન કરવાથી કિડનીની પથરીથી રાહત મળી શકે છે.  



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati