Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર : સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ અને હવે કોંગો ફિવર...

જાણો કોંગો ફિવર અને તેના લક્ષણો

હેલ્થ કેર : સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ અને હવે કોંગો ફિવર...
P.R
સામાન્ય રીતે ગંદકી, દૂષિત પાણીને કારણે મહામારી ફેલાય છે. મચ્છરોના ઉપદ્વવથી રોગચાળો ફેલાય છે. પરંતુ ભારતમાં પહેલી વખત ગુજરાતમાં ખતરનાક વાયરસ ફેલાયો છે. કોંગો ફિવર નામના વાયરસે બે દર્દીના ભોગ લી ધા છે. હજુ તો આ વાયરસે રાજ્યાં દેખા દીધી છે. ત્યારે જાણીએ શું છે આ ખતરનાક, જાનલેવા વાયરસ...

કોંગો ફિવરે હાલ રાજ્યમાં ભય ઉભો કર્યો છે. અગાઉ સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ અને હવે કોંગો ફિવર... આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ' નામના પરજીવી રોગનું વાહક છે. માટે આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે. આ ખતરનાક વાયરસ શરીરમાં તાવ લાવે છે. સાથે માંસપેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુખાવો થાય છે. અને દર્દીને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે. અને ગળુ બેસી જાય છે.

નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોંગો ફિવરને ખતરનાક અને જાનલેવા બિમારી ગણાવી છે. કોંગો ફિવરના સંક્રમિતથી 30માંથી 80 ટકા લોકોના મોત થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ વધતા અને શરીરના વિવિધ અંગ એક સાથે કામ કરવાનું બંધ કરી દેતા દર્દીનું મોત નીપજે છે. આવી બિમારીના સંપર્કમાં આવનારા વ્યક્તિઓની મોતની શકયતા ઘણી વધી જાય છે. એક વખત સંક્રમતિ થયા બાજ તેને પૂરી રીતે શરીરમાં ફેલાતા ત્રણથી નવ દિવસનો સમય લાગે છે.

Crimean-Congo Hemorrhagic Fever એટલે કે CCHF એક વિષાણુજનિત રોગ છે. આ વાયરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં ઘણો જોવા મળે છે અને હ્યાલોમા ટિકમાંથી ઉત્પન્ન થાય છે. આ વાયરસ સૌથી પહેલા વર્ષ 1944માં ક્રીમિયા નામના દેશમાં ઓળખાયો હતો. બાદમાં વર્ષ 1969માં કોંગોમાં રોગ દેખાયો. ત્યારથી આ રોગ કોંગો ફિવરથી ઓખળાયો... વર્ષ 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, કોસોવો, અલ્બાનીયા અને ઈરાનમાં ઘણો જોવા મળ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ પ્રમાણે આફ્રિકા, યૂરોપ અને એશિયાના કેટલાય દેશોમાં કોંગો ફિવર જોવા મળ્યો હતો. પરંતુ ભારતમાં આ બિમારીનો રેકોર્ડ ન હતો. આ વખતે ભારતમાં પહેલી વખત ગુજરાતમાં કોંગો ફિવરના વાયરસ જણાયા. જેને કારણે રાજ્યની તમામ હોસ્પિટલોને સતર્ક કરી દેવાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati