Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર - જાણો હૃદયરોગી માટે લાભકારી લસણના ઉપયોગ વિશે

હેલ્થ કેર - જાણો હૃદયરોગી માટે લાભકારી લસણના ઉપયોગ વિશે
P.R
એલોપેથી કે ચિકિત્સા દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ હંમેશા દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા, રચના અને તાસીરના હિસાબે આપવામાં આવે છે, જ્યારે ઘરેલુ દવાઓ આપણે હંમેશા કોઇ પૂછપરછ કે માર્ગદર્શન વગર લઇ લઇએ છીએ. લસણનો પ્રયોગ પણ આ જ શ્રેણીમાં આવે છે. હૃદયરોગીઓ માટે લસણ બહુ ગુણકારી છે કે તેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે વગેરે કહીને લોકો લસણનું સેવન કરતા રહે છે. આનાથી એક પગલું આગળ જે લોકોના ઘરમાં લસણનો પ્રયોગ વર્જિત હોય છે કે પછી જેને લસણની ગંધ પસંદ નથી તેઓ લસણના સપ્લીમેન્ટ્સ આડેધડ લેતા હોય છે. જો તમે પણ આમાંના જ એક હોવ તો જરા ધ્યાન આપો...

ડૉક્ટરો, નિષ્ણાતો તથા જાણકારો અનુસાર આવા કોઇપણ પ્રયોગ પહેલા લસણના સપ્લીમેન્ટ્સ કઇ રીતે બનાવવામાં આવ્યા છે, તેને ક્યારે પેક કરવામાં આવ્યા છે, તેમાં કેટલા જૂના લસણનો પ્રયોગ કરવામાં આવ્યો છે તથા તે પાવડર, તેલ અથવા ગંધરહિત લસણ સત્વ કયા રૂપમાં લેવામાં આવી રહ્યું છે, તે બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી બને છે.

એટલું જ નહીં, તેને કેટલી માત્રામાં લેવું જોઇએ એ જાણવું પણ જરૂરી છે. બજારમાં મળતી અનેક બ્રાન્ડ્સ હંમેશા આવા ઉત્પાદનોના વધારી-ચઢાવી ગુણગાન કરે છે પણ આ મોટેભાગે ગ્રાહકોને પ્રભાવમાં લેવા માટેનો પ્રકાર હોય છે. તેમાંથી ઘણાં ઉત્પાદનો તો પ્રમાણભૂત માપક્રમની નજીક પણ નથી હોતા અને કેટલાંકમાં હાનિકારક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય પર ઉલટી અસર કરી શકે છે.

ખાસકરીને ડાયાબીટિઝ, હાઈ બ્લડપ્રેશર, કેન્સર, હાઈ કોલેસ્ટ્રોલ તથા આવા જ રોગોથી પીડાતી વ્યક્તિઓએ આવા સપ્લિટેમેન્ટ્સના સેવન દરમિયાન ધ્યાન રાખવું જોઇએ અથવા તેનું સેવન કરવું જ ન જોઇએ. જો તમે પહેલેથી કોઇ દવા લઇ રહ્યા છો અને સાથે આવા કોઇ સપ્લિમેન્ટ્સનો પ્રયોગ કરી રહ્યા છો તો આ હાનિકારક સાબિત થઇ શકે છે. હંમેશા ધ્યાન રાખો કે એક કાર્યક્ષમ ડૉક્ટર તમારી યોગ્ય તપાસ તેમજ તમારા રોગના ઇતિહાસ વિષે જાણકારી મેળવ્યા બાદ જ તમને દવા આપે છે. માટે તે દવાઓના કે તેમણે આપેલા પ્રિસ્ક્રિપ્શનની અવેજમાં તમારે જાતે જ નક્કી કરીને આડેધડ કોઇ સપ્લિમેન્ટ્સ ન લેશો.

Share this Story:

Follow Webdunia gujarati