શુ ગળ્યુ જોઈને તમે કંટ્રોલ નથી કરી શકતા ? તો કરો આ યોગાસન ..
શુ ગળ્યુ તમારી એવી નબળાઈ છે જેના પર ઈચ્છવા છતા તમે કંટ્રોલ નથી કરી શકતા ? જેનુ પરિણામ તમારા વધતા વજન કે વધતી શુગરના રૂપમાં તમને દેખાય છે. જો આવુ છે તો રોજ ત્રણ વાર આ યોગ કરશો તો તમે ગળ્યા પર નિયંત્રણ પણ કરી શકશો અને તમારુ ધ્યાન કેન્દ્રીત પણ થશે. અમે વાત કરી રહ્યા છે V મુદ્રાવાળા યોગાસનની જે મગજને શાંત કરે છે. ફોકસ વધારે છે અને ગળ્યુ ખાવાની ઈચ્છા ઓછી કરવામાં મદદ કરે છે. જાણો સરળ વિધિ.. આ આસન કરવા માટે તમે પલાંઠી વાળીને કે મુદ્રાસનની મુદ્રામાં બેસી જાવ. હવે બંને હાથ ઉપર ઉઠાવો અને V આકારમાં આકાશની તરફ હાથ ફેલાવો. માથુ સીધુ રાખો અને આખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન કેન્દીત કરો. ત્રણ મિનિટ સુધી ઊંડો શ્વાસ લો અને પછી સામાન્ય મુદ્રામાં આવો. આ આસન તમે દિવસમાં કોઈપણ સમયે કરી શકો છો.