Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ આપ જાણો છો ચપટી ચટણીમાં પણ હોય છે જરૂરી પોષક તત્‍વો

શુ આપ જાણો છો ચપટી ચટણીમાં પણ હોય છે જરૂરી પોષક તત્‍વો
P.R
ચટણી અને અથાણાનું નામ સાંભળવા જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ તેની સ્‍વાસ્‍થ્‍ય પર થતી અસર મુદ્દે લોકોમાં ભ્રમ છે. ખાદ્ય વિશેષજ્ઞોના એક રીપોર્ટ અનુસાર ચટણી અને અથાણામાં કેટલાક જરૂરી પોષક તત્‍વો હોય છે. જે આપણને સ્‍વસ્‍થ બનાવે છે.

ટમેટાની ચટણી

ઘરમાં બનેલ ટમેટાની ચટણીમાં લાઈકોપીના નામક એંટીઓકિસડેન્‍ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. કાચા ટમેટાની સરખામણીમાં રાંધેલા ટમેટા છ ગણા વધુ લાઈકોપીન એંટીઓકિસડેન્‍ટ યુકય છે. જે ત્‍વચાને સ્‍વસ્‍થ રાખવામાં મદદ કરે છે અને કેન્‍સરથી બચાવે છે.

ફુદીનાની ચટણી

ફુદીનો પેટને ઠંડક આપે છે. આ પાચન તંત્રની માંસપેશીઓ ખૂબજ મસાલાવાળા ભોજનની બળતરાથી રાહત આપે છે અને એસિડીટીથી બચાવે છે. બીજી લીલી શાકભાજીની જેમ ફુદીનો પણ વિટામીન બી-૯નો સારો સ્‍ત્રોત છે. જે કોશિકાઓના નિર્માણમાં મદદરૂપ હોય છે.

સરસવની ચટણી

સરસવના દાણામાં ગ્‍લુકોસાઈનોલટ્‍સ હોય છે. જે કેન્‍સરની કોશિકાઓને વિકસીત થતી અટકાવે છે. તેમાં હાજર સેલેનિયમ અને મેગ્નિશિયમ અર્થરાઈટિસ અને માથાના દુઃખાવાને દૂર કરે છે.

મરચાની ચટણી

લીલા મરચા હોય કે લાલ મરચા બન્‍નેમાં વિટામીન સીનું ભરપૂર પ્રમામ હોય છે. ખાંસી અને તાવ જેવી નાની મોટી સ્‍વાસ્‍થ્‍ય સંબંધી તકલીફ ઉપરાંત વિટામીન-સી કેન્‍સર જેવા ખતરનાક રોગથી પણ બચાવે છે. તેનાથી ત્‍વચા રોગમુક્‍ત રહે છે. મરચામા કેટલાક તત્‍વ એવા પણ હોય છે જેના કારણે ઘણીવાર ઈજા થઈ હોય ત્‍યારે ઉપયોગમાં આવતી ડ્રીમમાં તેનો અર્ક ભેળવવામાં આવે છે.

અથાણું

ખાદ્ય વિશેષજ્ઞો અનુસાર, અથાણામાં મેગ્નેશિયમ, કેલ્‍શીયમ, આયરન અને એન્‍ટીઓકિસડેન્‍ટનું પ્રમાણ વધુ હોય છે. જો કે મીઠા અથાણામાં આ વાત હોતી નથી મીઠા અથાણામાં ખાંડનો ઉપયોગ થવાથી કેટલાક પોષક તત્‍વો નષ્‍ટ થઈ જાય છે. ખાટુ અથાણુ પેટ અને આંતરડાના હાનિકારક બેકટેરીયા અને રોગાણુઓને મારી નાખે છે. તેમા ઉપયોગમાં આવતો સરકો વિટામીન સીનો સારો સ્‍ત્રોત છે.

Share this Story:

Follow Webdunia gujarati