શિયાળાનું લોકપ્રિય અમૃતફળ જામફળ જામફળ સેહત માટે પણ ઘણું લાભકારી

મંગળવાર, 11 નવેમ્બર 2014 (15:31 IST)
શિયાળાનું મીઠું ફળ જામફળ સેહત માટે ખૂબ સારું છે. જામફળને જમરૂખ પણ કહેવાય છે. આ અંદરથી લાલ અને સફેદ બે જુદા-જુદા રંગમાં આવે છે. 
 
* કાચા જામફળને પત્થરપર ઘસીને તેને એક સપ્તાહ સુધી લેપ કરવાથી અડધા માથાનો દુ: ખાવો સમાપ્ત થઈ જાય છે.આ પ્રયોગ સવારે કરવો જોઈએ. 
 
જામફળના તાજા પાનનું રદ 10 ગ્રામ અને શાકર 10 ગ્રામ મિકસ કરી 21 દિવસ સુધી ખાલી પેટ સેવન કરવાથી ભૂખ લાગે છે અને શરીર સૌદર્યમાં વૃદ્ધિ હોય છે. 
 
જામફળ ખાવાથી કે  જામફળના પાંદડાનું રસ પિવડાવવાથી ભાંગનો નશો ઓછું થઈ જાય છે.  
તાજા જામફળના 100 ગ્રામ બીજરહિત ટુકડા લઈને તેને ઠંડા પાણીમાં 4 કલાક પલળવા દો. એના પછી જામફળના ટુકડા કાઢી ફેંકી દો. આ પાણી મધુમેહ ના દર્દીને પીવડાવવાથી લાભ હોય છે. 
 
જામફળના તાજા પાંદડામાં એક નાના ટુકડા કત્થો લપેટીને પાનની રીતે ચાવવાથી મોંના ચાંદલા સારા થઈ જાય છે. 
 
પાકેલા જામફળનો 50 ગ્રામ ગુદો ,10 ગ્રામ મધ સાથે ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધે છે .
 
સવાર -સાંજે જામફળ ભોજન પછી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. સાથી ચિંચિંડાપણું અને માનસિક તનાવ દૂર હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો