Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વધુ જોશમાં સેક્સ : હાર્ટ એટેકને નિમંત્રણ

વધુ જોશમાં સેક્સ : હાર્ટ એટેકને નિમંત્રણ
સેક્સ પર વૈજ્ઞાનિકો દ્વારા અવારનવાર અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે આ માનવીય જીવનનો એક અભિન્ન ભાગ છે. વૈજ્ઞાનિકોએ 
એક અભ્યાસ કર્યો કે જે પતિ-પત્ની ઘણા લાંબા સમય પછી સેક્સ કરે છે તેમનો જોશ ખૂબ જ વધુ હોય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ખૂબ લાંબા સમય પછી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવતી દેહ પ્રવૃત્તિને 'એપિસોડિક એક્ટિવિટી' કહે છે. સેક્સ પણ તે પ્રકારની જ પ્રવૃત્તિ કહેવાય છે. નિષ્ણાતોને બધા જ પરિણામો તપાસીને એ તારણ કાઢ્યુ કે એકાએક ઘાતક હૃદયઘાત હુમલો આવવાની શક્યતા આવા પ્રકારની શારીરિક કસરત અને સેક્સમાં દોઢગણી વધી જાય છે.

આ અંગેના નિષ્ણાતોનુ માનવુ છે કે આનાથી બચવાનો એક જ ઉપાય છે, આવી પ્રવૃત્તિ થોડા થોડા સમયાંતરે વારંવાર કરો. અઠવાડિયામાં એક વખત સેક્સ કરવાને બદલે બે વખત સેક્સ કરવાથી હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા અડધી ઘટી જાય છે. ત્રણ વખત કરવાથી હૃદયરોગની શક્યતા વધુ અડધી થઈ જાય છે.જ્યારે કે મહિનામાં એક વાર કે બે અઠવાડિયે એક વખત સેક્સ કરવાથી હૃદયરોગના હુમલાની શક્યતા દોઢ ગણી થઈ જાય છે.

કસરત, સેક્સ અથવા માનસિક તાણ અત્યંત કરવાથી હૃદયરોગને આમંત્રણ મળવાની શક્યતાઓ સર્જાય છે. એટલે તેમાં અત્યંત જોશ કે જુસ્સો ન દર્શાવાય અને સહજ રીતે તેનો ભરપૂર આનંદ લઈને તેને સહજ રીતે કરવામાં આવે તો લાભકરી છે.

નિષ્ણાતોનુ માનવુ છે કે મોટાભાગે હ્રદયરોગના હુમલાનો બનાવ ભારે કસરત અને અતિ આવેગપૂર્વક કરવામાઅં આવેલ રોમાંટીક સેક્સને કારણે હ્રદયરોગ હુમલાનુ પ્રમાણ ત્રણથી સાડાત્રણ ગણુ વધી જાય છે અને ખૂબ ઉત્તેજનાપૂર્વકના સેક્સથી હૃદયરોગના હુમલાની શક્યતા અઢી ગણી વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગળાની સમસ્યામાં તરત આરામ મેળવવા માટે અપનાવો કેટલાક ઘરેલુ ઉપચાર