Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રુટ કેનાલ થેરાપી - દાંત બચાવવા માટેની સારવાર

રુટ કેનાલ થેરાપી - દાંત બચાવવા માટેની સારવાર
, સોમવાર, 2 મે 2016 (23:53 IST)
દાંત બચાવવા માટે થતી સારવાર (રુટ કેનાલ) અને ખરાબ રુટ કેનાલની ફરીથી સારવાર કરીને પણ દાંત બચાવી શકાય છે. કોઈપણ તકલીફ દાંતમાં થાય તો ઉદાહરણપે દુખાવો તો સામાન્યત: દાંત કાઢી નાખવો. બસએ જ ઉપાયને અપનાવાય છે. સામાન્ય રીતે દર્દી બસ દાંત કાઢો અને નવો કૃત્રિમ દાંત (મેટલ અથવા સિરામિક દાંતનાં કલરનો) બેસાડી આપો. પણ કુદરતી એ કુદરતી અને કૃત્રિમ એ કૃત્રિમ. ગમે તેટલું થાય પણ કુદરતી દાંત જેવું કામ આપી ન શકે.

દાંતને બચાવવું એ તો એક કળા છે. મારવાવાળા કરતાં બચાવવાવાળો હંમેશા મોટો હોય છે એવી કહેવત છે. એ જ રીતે દાંત બચાવવા પણ એટલાં જ જરી છે. દાંત દુ:ખે અથવા સડો ઉંડો હોય તો પણ દાંતને બચાવી શકાય છે. આ છે તેની સારવાર

રુટ કેનાલ થેરાપી

સિંગલ સિટિંગ દાંત બચાવવા માટેની સારવાર છે. જે અદ્યતન ટેકનોલોજીનાં લીધે આજે ખુબજ સરળ અને શકય બની છે. રુટ કેનાલ થેરાપી જેટલી સફળ જોઈ અને સમજી શકાય છે એટલી જ જટીલ છે એટલે એક કુશળ દાંતનાં ડોકટર જ તેને સરખી રીતે કરી શકે છે. દાંતના સડા માટે પહેલા એ દાંતને ઈન્જેકશન વડે ખોટું કરવામાં આવે છે. તેના લીધે દર્દીને દુ:ખાવાનો (સારવાર પહેલા કે પછી) કોઈપણ પ્રકારનો અનુભવ રહેતો નથી. ત્યારબાદ દાંતનાં મુળ સુધી ચોકકસ માપ વડે અને આજની અદ્યતન પ્રીન દ્વારા રસી અને દુ:ખાવા માટે જવાબદાર ખરાબ પ્રવાહીને બહાર કાઢવામાં આવે છે તેમજ તેમાં દવાઓનો પ્રવાહ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં યોગ્ય કૃત્રિમ દાંતની કેનાલ આકારનું તત્વ ભરવામાં આવે છે અને તેને સીલ કરીને તેની ઉપર પાકો સીમેન્ટ કરી નાખવામાં આવે છે.

સિંગલ સિટિંગ સામાન્ય 1 કલાક જેટલા સમયમાં પૂરી કરી શકાય છે. મહત્તમ કેસમાં દર્દીને સિંગલ સિટિંગ કહી શકાય છે.

બધાજ કેસમાં સિંગલ સિટિંગ શકય નથી (ઉદા.પેઢામાં સોજો અથવા મૂળના ભાગમાં રસી, અન્ય પરિસ્થિતિ) આવા સમયમાં દર્દીને અથવા ત્રણ વખત સારવાર કરી શકાય છે. રુટ કેનાલ પુરી થયા બાદ તેના પર માપ લઈને કવર બેસાડી શકાય છે. જે તે દાંતને મજબૂતી પૂરી પાડે છે.

કવરનાં ઘણા પ્રકાર હોય છે.
સૌ પ્રથમ તો મહત્તમ લોકોને વ્હેમ હોય છે કે સોનાનો દાંત અથવા સોનાનું કવર બેસાડવું તદન ખોટી માન્યતા છે. એ ખરા અર્થમાં જાપાનિક ગોલ્ડ ધાતુ મિશ્રણ છે જે સોના જેવો ચળકાટ આપે છે. મુખ્યત્વે મેટલ, મેટલ સાથે સિરામિક ભાગ ઉપરનાં ભાગમાં સિરામિક પડ હોય છે. જેનાથી દાંતનાં કલરની જ કવર બને છે.
ફુલ સિરામિક
તેમાં કોઈ મેટલ હોતું નથી. સંપૂર્ણ પણે સિરામિક હોય છે.
ફાયદાઓ: દાંતનાં કલરને સંપૂર્ણ મેચીંગ અતિશય મજબૂત.
મોટાભાગની કંપની તેમાં ગેરેંટી આપે છે જેમાં 5 થી 15 વર્ષ સુધી ગેરેંટી કાર્ડ સાથે આવે છે. જે સંપૂર્ણ રીતે માન્ય હોય છે.
રી-રુટ કેનાલ
ઘણી વખત આમ તો મહદઅશે જો રુટ કેનાલ સારવાર બરાબર ન કરવામાં આવી હોય અથવા તો સામાન્ય શબ્દમાં કહીએ તો અધુરી મૂકવી, ખોટું માપ, અડધી સફાઈ, અથવા તો બિનઅનુભવી ડોકટર દ્વારા સારવાર અથવા તો અદ્યતન સાધનોનો અભાવ આવા અનેક કારણોસર રુટ કેનાલ નિષ્ફળ જાય છે.
પરંતુ હતાશ થવાની કે નિરાશ થવાની કે હારી જવાની જર નથી. દરેક કામ શકય છે. ખરાબ દાંતની ફરીથી સારવાર થઈ શકે છે. તે સારવાર દાંતનો સીમેન્ટ કાઢીને જે કૃત્રિમ દવા સાથેની તત્વને કેનાલમાંથી આવે છે અને ફરીથી વ્યવસ્થિત માપ અને ચોકસાઈ કાઢવામાં, સફાઈ કરવામાં આવે છે. આ સારવાર અતિશય ચોકસાઈ માપી લે છે અને તેમાં એક ડેન્ટીસ્ટની નિપૂણતા પૂરવાર થાય છે.
હં તો બસ એટલું જ કહીશ કે દંત કોઈપણ સંજોગોમાં બચાવી શકાય છે તો એને બચાવવો ખુબજ જરી છે. તેની કિંમત ઉમર સાથે સમજાય છે. તેની મહત્વતા ઉમર પછી જ સમજાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શા માટે મહિલાઓ પુરૂષો સાથે સૂવાની ના પાડે છે