Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યાદશકિત બગાડવી ન હોય તો મિઠાઇઓ ન ખાઓ

યાદશકિત બગાડવી ન હોય તો મિઠાઇઓ ન ખાઓ
મિઠાઈ- નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય છે પણ વધુ પડતી મિઠાઇ ખાશો તો સંભવ છે એ તમારી યાદદાસ્ત પર તેની અસર થઇ શકે છે. વાસ્તવમાં બ્લડ શુગરના  સ્તર વધવાથી આપણા મગજમાં યાદશક્તિની ક્ષમતા હોય છે તે ઘટી જાય છે અને તે યોગ્ય રીતે કામ કરી થાકતી નથી. બર્લિન સ્થિત ચેરિટી યુનિ.માં આ સંશોધન કરાયું હતું. જ્યાં સુધી લોહીમાં બ્લડ સ્યુગરનું સ્તર જળવાઇ રહે છે ત્યાં સુધી મગજની કામગીરી જળવાઇ રહી છે. બ્લડ સ્યુગર ઓછું હોય તો મગજ તેનું કામ સારી રીતે કરી શકે છે અને ભુલવાની સમસ્યા પણ રહેતી નથી.

આ અભ્યાસ કરનાર ટીમે લગભગ ૧૫૦ વ્યક્તિઓની તપાસ કરીને આ તારણ કાઢ્યું છે. આ તમામને ડાયાબિટીસ ન હતું. પહેલા તમામના ગ્લુકોઝ લેવલ માપવામાં આવ્યું હતું. સાથોસાથ મગજનું સ્કેનિંગ કરી યાદશક્તિ માટે જે જવાબદાર ભાગ છે તે હિપ્પોકેમ્પસનો આકાર પણ માપવામાં આવ્યો હતો. જે બાદ વ્યક્તિની યાદ શક્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાંક શબ્દો તેમને સંભળાવવામાં આવ્યા જે તેણે ૩૦ મિનિટ બાદ રિપીટ કરવાનાં હતા. જેઓનું બ્લડ સ્યુગર ઓછું હતું. તેઓની યાદશક્તિ સારી હતી અને તેઓ આ શબ્દો રિપીટ કરી શક્યા હતા. પણ જેઓનું બ્લડ સ્યુગર વધુ હતું તેઓને ઓછું યાદ રહ્યું હતું. આ સંશોધક ટીમનું તારણ હતું કે યાદશક્તિ વધારવા માટે શરીરમાં બ્લડ સ્યુગરનું સ્તર ઓછું હોય તે જરૃરી છે, અને તેને વધતી ઉંમરની સાથે અલજાઇમર સહિતની બીમારી સતાવતી હતી. ખાસ કરીને ટાઇપ-ટુ ડાયાબિટીસની અલઝાઇમરની બીમારીની શક્યતા વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati