Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાન કરવામાં આવેલા લોહી પૈકી અધડા લીટરથી ૩ વ્‍યક્‍તિનો જીવ બચે છે

દાન કરવામાં આવેલા લોહી પૈકી અધડા લીટરથી ૩ વ્‍યક્‍તિનો જીવ બચે છે
, સોમવાર, 17 નવેમ્બર 2014 (17:00 IST)
સ્‍વૈચ્‍છિક રક્‍તદાનનો દર ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. રક્‍તદાનને લઇને હજુપણ ધણી ખોટી બાબતે પ્રવર્તે છે. જેના તરફ ધ્‍યાન આપવાની જરૂર છે. રક્‍તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની હોવી જોઇએ. આ વયની વ્‍યક્‍તિ દર ત્રીજા મહિને રક્‍તદાન કરી શકે છે. રક્‍તદાન કરનાર વ્‍યક્‍તિનું વજન ૪૫ કિલોથી ઓછુ હોવું જોઇએ નહીં  આ ઉપરાંત રક્‍તદાન કરનારને એચઆઇવી, હેપેટીટીસ બી, અને સી જેવી તકલીફ હોવી જોઇએ નહીં. ભારતમાં એકત્રીત કરવામાં આવતા રક્‍તનો ૪૭ ટકા જથ્‍થો રિપલેશમેન્‍ટ ડોનર મારફતે આવે છે. આ લોકો જ્‍યારે પણ તેમના પરિવાર અથવા મિત્રોને જરૂર પડે છે ત્‍યારે રક્‍ત આપે છે. સ્‍વૈચ્‍છિક રક્‍તદાનની પ્રવળતિ હજુ ધીમી દેખાઇ રહી છે. નિષ્‍ણાંતોનું કહેવું છે કે, ૪૫૦ એમએલ લોહી જે દાન કરાયું છે તે ૨થી ૩ દિવસમાં પુન: શરીરમાં થઇ જાય છે. નિયમિત રીતે રક્‍તદાનથી કોઇપણ પ્રકારના રોગ પણ થતા નથી. એક યુનિટ લોહી ૪૫૦ એમએલ હોય છે.  દાન કરવામાં આવેલા લોહી પૈકી અધડા લીટરથી ૩ વ્‍યક્‍તિની જાન બચાવી શકાય છે. નિષ્‍ણાંતોનું એમ પણ કહેવું છે કે, દેશની વસ્‍તી એક થી ત્રણ ટકાની વસ્‍તી રક્‍તદાન કરે તો દેશની જરૂરીયાત માટે આ જથ્‍થો પુરતો સાબિત થઇ શકે છે. ૭૩ દેશોમાં રક્‍તદાનનો દર વસ્‍તીના એક ટકાથી પણ ઓછો છે.

   રક્‍તદાન મહાદાન.....

   - અધડા લીટર દાન કરાયેલા લોહીથી ૩ લોકોના જીવને બચાવી શકાય છે.

   - એક યુનિટ લોહી ૪૫૦ એમએલ છે.

   - દાન કરાયેલા એક યુનિટ લોહી અથવા તો ૪૫૦ એમએલ ત્રણ દિવસની અંદર જ શરીરમાં ફરી બની જાય છે.

   - રક્‍તદાન કરનાર કોઇપણ વ્‍યક્‍તિ દર ત્રીજા મહિને રક્‍તદાન કરી શકે છે.

   - રક્‍તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની વચ્‍ચે હોવી જોઇએ.

   - રક્‍તદાન કરનારનું વજન ૪૫ કિલોથી ઓછુ ન હોવું જોઇએ.

   - રક્‍તદાન કરનાર વ્‍યક્‍તિ એચઆઇવી, હેપેટીટીસ બી, હેપેટીટીસ સીથી ગ્રસ્‍ત હોવી જોઇએ નહીં.

   - દેશની વસ્‍તી પૈકી એકથી ત્રણ ટકાની વસ્‍તી રક્‍તદાન કરે તો દેશની જરૂરિયાત પૂર્ણ થઇ શકે.

Share this Story:

Follow Webdunia gujarati