Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચિકન ખાવાવાળાઓ ઉપર એન્‍ટી બાયોટીક દવાઓની કોઇ અસર થતી નથી

ચિકન ખાવાવાળાઓ ઉપર એન્‍ટી બાયોટીક દવાઓની કોઇ અસર થતી નથી
, શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (14:40 IST)
જો તમે ચિકન ખાવાના શોખીન હો તો હવે સાવધાન થઇ જાઓ કારણ કે આ તમારો શોખ તમારી તબિયતને અસર કરી શકે છે. જો બિમાર પડશો તો એન્‍ટી બાયોટીક દવાઓની તમારા ઉપર કોઇ અસર પણ નહી થાય. સેન્‍ટર ફોર સાયન્‍સ એન્‍ડ એન્‍વાયરમેન્‍ટ એટલેકે સીએસઇએ પોતાના રીપોર્ટમાં જણાવ્‍યુ છે કે પોલ્‍ટ્રી ફાર્મમાં ચુજો (બચ્‍ચા)ને વહેલામાં વહેલી તકે મોટા કરવા અને વજન વધારવા માટે એન્‍ટી બયોટીક આપવામાં આવે છે.

   સીએસઇના રીપોર્ટ અનુસાર પોલ્‍ટ્રી ફાર્મમાં ચુજોને ઝડપથી મોટા કરવા અને તેઓનું વજન વધારવા માટે એન્‍ટી બાયોટીક આપવામાં આવે છે. જે તેના થકી ચિકન ખાનાર લોકોના શરીરમાં પહોંચે છે. એવામાં બીમાર પડાય તો ડોકટર તમને એન્‍ટી બાયોટીક દવા આપે છે તો સંભવ છે કે તેની તમારા ઉપર અસર પણ ન પડે. કારણકે એન્‍ટી બાયોટીકવાળા ચિકન ખાવાથી આપણા શરીરની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે અને તેથી એન્‍ટી બાયોટીક દવાઓ આપણા ઉપર અસર કરતી નથી. દવાની અસર નહીં થવાથી તમારી બિમારી વધી શકે છે અને તે જીવલેણ પણ બની શકે છે.

   સીએસઆઇએ દિલ્‍હી અને એમસીઆરના અલગ અલગ વિસ્‍તારોમાંથી ચિકનના ૭૦ સેમ્‍પલ લીધા હતા. તેમાં એન્‍ટી બાયોટીક છે કે નહીં તે જાણવા ટેસ્‍ટ કરાયા. ૪૦ % સેમ્‍પલમાં એન્‍ટી બાયોટીકના અંશ જોવા મળ્‍યા. ૧૭ % સેમ્‍પલમાં એકથી વધુ પ્રકારના એન્‍ટી બાયોટીક મળી આવ્‍યા હતા.

   આપણા દેશમાં એન્‍ટી બાયોટીકના વેચાણ પર પ્રતિબંધ નથી. તેથી પોલ્‍ટ્રી માલીકો સમજયા વિચાર્યા વગર ચિકનને એન્‍ટી બાયોટીક દવા આપે છે. સીએસઇએ માંગણી કરી છે કે પોલ્‍ટ્રી ઇન્‍ડસ્‍ટ્રીમાં એન્‍ટી બાયોટીકના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવવો જોઇએ.

   ચિકન ખાવાનું આથી તબિયત માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. સર્વે અનુસાર ચિકન ખાનારામાં બિમારીથી લડવાની તાકાત ઘટી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati