Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગિયાર્ડિયાસિસ : આંતરડાના આ ઈન્ફેક્શન વિશે શુ આપ જાણો છો ?

ગિયાર્ડિયાસિસ : આંતરડાના આ ઈન્ફેક્શન વિશે શુ આપ જાણો છો ?
P.R
ગિયાર્ડિયાસિસ આંતરડાનું સામાન્ય ઇન્ફેક્શન હોય છે જે પ્રદૂષિત પાણીમાં રહેતા Giardia lamblia નામના પરજીવીના કારણે થાય છે.

અલબત આ બીમારી હંમેશા વિકાસશીલ દેશોમાં વધુ થાય છે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં પણ giardiasis જળપ્રસારિત બીમારીનું એક સામાન્ય કારણ છે. જ્યાંસુધી ઇન્ફેક્શનનું નિદાન અને ઇલાજ કરવામાં નથી આવતો ત્યાંસુધી એક વ્યક્તિ Giardiaનો ચેપ રહી શકે છે. વિશ્વના વિકાસશીલ ક્ષેત્રોમાં, એક દેશની 20%થી વધુ આબાદી આનાથી પ્રભાવિત થાય તે સામાન્ય છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક વર્ષમાં દર 10,000 લોકોમાંથી માત્ર 1 કે 2 લોકોમાં Giardiaનું ઇન્ફેક્શન જોવા મળે છે. પણ જે લોકો હાલમાં જ એક વિકાસશીલ દેશનો પ્રવાસ કરીને આવ્યા હોય છે તેમનામાં લાંબા સમય સુધી અતિસારના લક્ષણ રહે છે. આવા લોકોમાંથી 3માંથી 1 કેસમાં Giardiaનું ઇન્ફેક્શન જોવા મળે છે.

તમને આ રીતે Giardia lambliaનું ઇન્ફેક્શન લાગી શકે છે-

- નાળીના પાણીથી દુષિત થયેલા પાણીથી.
- ફળ કે શાકભાજીને દૂષિત પાણીમાં ધોઇને વગર રાંધે ખાવા.
- એક બગીચામાં દૂષિત ખાતર નાંખીને ઉગાડવામાં આવેલા ફળ કે શાકભાજીને રાંધ્યા વગર ખાવા.
- મળ, લંગોટ કે મળયુક્ત માટીને સ્પર્શ કરવો અને સારી રીતે હાથ ન ધોવા.
- ચેપવાળી વ્યક્તિ કે પશુની સાથે સીધો સંપર્ક કર્યા બાદ સારી રીતે હાથ ન ધોવાથી.

Giardia lamblia ઠંડા પાણીમાં, ક્લોરિન નાંખેલા પાણીમાં બે મહિના માટે જિવિત રહી શકે છે અને નગરપાલિકા દ્વારા થતા પાણીના સપ્લાયથી પણ તેનો પ્રકોપ શરૂ થઇ શકે છે.

આવા લોકોને giardiasis થવાનું જોખમ સૌથી વધુ રહે છે -

- પારણાઘરના બાળક અને તેના પરિવારને.
- પારણાઘરના કાર્યકર્તાને
- વિકાસશીલ દેશોની યાત્રા કરનારા યાત્રીને.
- શિબિરમાં મળતું જેવું-તેવું પાણી પીનારાને.
- સમલૈંગિક(પુરુષોમાં) ગુદા સેક્સને લીધે.

વયસ્કોની તુલનામાં બાળકોમાં giardiasis વિકસિત થવાની સંભાવના ત્રણગણી વધુ હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati