Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરદનનો દુખાવો

ગરદનનો દુખાવો
NDN.D

ગળાનો દુખાવોએ સામાન્ય સમસ્યા છે, અને આ દુખાવો ગમે તેટલી ઉંમરવાળાને થઈ શકે છે. એક રીતે તો આ કોઇ ગંભીર બિમારી નથી પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે વધી શકે છે.

ગરદનનો દુખાવો થવાના ઘણા સામાન્ય કારણો છે જેમકે સુતા સુતા ટીવી જોવી, લાંબા સમય સુધી ડેસ્ક વર્ક કે પછી વાંચવું, જોરથી ગરદનને ઝટકો આપવો, ઉંચા તકીયાનો ઉપયોગ કરવો વગેરે.

બિમારી ગંભીર રૂપ ધારણ કરી લે તો પહેલા તેને પ્રાથમિક અવસ્થામાં જ સારી કરી લેવી જોઈએ.

* ગરદનને ઘડિયાળની દિશામાં એકદમ ધીમે ધીમે દસ વખત ફેરવો, હવે આ જ ક્રિયા વિપરીત દિશામાં કરો.

* ગરદન પર દુખાવો થાય તો કોઇ પણ તેલથી એક્દમ હલકા હાથે માલિશ કરો. માલિશ હંમેશા ઉપરથી નીચેની તરફ એટલે કે રદનથી ખભા તરફ.

* માલિશ બાદ ગરમ પાણીથી શેક કરો. શેક્યા બાદ તુરંત ખુલ્લી હવામાં ન જશો.

* સુતા સુતા કદાપી ટીવી ન જોશો. અને જો વધું લાંબા સમય સુધી ટીવી જોવા માટે બેઠા હોય તો વચ્ચે વચ્ચે ઉભા થઇને થોડા આધા પાછા થાવ. આજ રીતે વાંચતી વખતે અને ડેસ્ક વર્ક કરતી વખતે કરો.

* એકદમ નરમ અને વધું ઉંચાઇવાળા તકીયાનો ઉપયોગ ન કરશો.

Share this Story:

Follow Webdunia gujarati