Select Your Language
ઉપવાસ કેવી રીતે કરશો
-
એક દિવસ અગાઉ સાંજે ભારે ખોરાકનો ત્યાગ કરો.-
ઉપવાસ કર્યો હોય તે દિવસે ફ્રુટ અને દૂધનો આહાર લો.-
ઉપવાસ દરમિયાન વધારે માત્રામાં પાણી પીવો. સાથે સાથે સવારે અને સાંજે ચાલવું જોઈએ જેથી કરીને વિજાતીય પદાર્થ પરસેવાની સાથે બહાર આવી જાય.-
વધારે નબળાઈ આવી જાય તો લીંબુ પાણી લઈ શકો છો. આનાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે.-
ખાવાનું ખાઈને ઉપવાસ ન તોડવો કેમકે આંતરડાઓ પર વિશ્રામ પછી લોડ પડવાથી લાભની જગ્યાએ નુકશાન થાય છે.-
ઉપવાસ ફળના રસ અને સુપથી ખોલવો જોઈએ. બપોરે દલિયા કે ખીચડી ખાવી જોઈએ અને સાંજે મગની દાળ અને રોટલી ખાવી જોઈએ.-
ઉપવાસ જો વધારે દિવસનો હોય(પાંચ, સાત) તો પહેલા દિવસે ફળનો જ્યુસ, બીજા દિવસે મગનું પાણી અને ત્રીજા દિવસે દલિયા તે પ્રમાણે આહાર લેવો જોઈએ.-
ઉપવાસ શારીરિક ક્ષમતા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. શરીરને વધારે કષ્ટ આપીને ઉપવાસ કરવાથી નુકશાન થાય છે.