Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી છે મીઠુ

આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી છે મીઠુ
, મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (15:39 IST)
મીઠું ખારું, મધુર, પચવામાં ભારે, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, ખોરાકનું યોગ્ય પાચન કરાવનાર, ઝાડો લાવનાર, ખારું છતાં દાહ-બળતરા ન કરનાર, કફને પ્રકુપીત કરનાર, વાયુ મટાડનાર, રુચીપ્રદ, થોડા પ્રમાણમાં લેવાથી હૃદય માટે હીતકારક, અને વાળને અકાળે સફેદ કરનાર છે. તે વધારે પડતું ગરમ કે વધારે પડતું ઠંડુ નથી. મીઠું વધારે પડતું લેવાથી એટલું જ નુકસાનકર્તા છે. મીઠું હલકું, રોચક, ગરમ, અગ્નીવર્ધક, વાતઘ્ન, શ્રેષ્ઠ જંતુઘ્ન, શોથહર, વેદનાહર, સુક્ષ્મ અને ગુમડાં મટાડનાર છે. મીઠું અમ્લતાનાશક છે.
 
(૧) મુઢમારના દુખાવામાં હળદર અને લસણ સાથે મીઠું મેળવી લેપ કરવામાં આવે છે.
 
(૨) ખાટું ખાવાથી દાંત અંબાઈ ગયા હોય તો મીઠું ઘસવાથી સારું થાય છે.
 
(૩) સુકી ખાંસીમાં મોંમાં મીઠાનો કાંકરો મુકી રાખવાથી ખાંસી નરમ પડે છે અને ઉંઘ આવી જાય છે.
 
(૪) મીઠાના પાણીમાં બોળીને શાકભાજી ધોવાથી એમાં રહેલ સુક્ષ્મ જંતુઓ મરી જાય છે. બાહ્ય પ્રયોગમાં મીઠું વધુ વાપરવું પરંતુ ખાવામાં વધુ પડતા મીઠાના ઉપયોગથી આંખોનું તેજ ઘટે, વાળ ધોળા થાય કે ખરી જાય અને ચામડીના રોગો થાય છે. મીઠા કરતાં સીંધવનો ઉપયોગ કરવો વધુ આરોગ્યપ્રદ છે.
 
(5)  વઘુ પડતા ચાલવાથી થાક લાગ્યો હોય કે પગનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં (સહન થાય તેવા)મીઠું ભેળવી થોડી વાર પગ ડુબાડી રાખવા.
 
(6)  આદુના રસમાં મીઠુંુ ભેળવી રાતના ચહેરા પર લગાડવું. સવારે ચહેરો ધોઇ નાખવાથી ખીલથી રાહત થાય છે.
 
(7) તુલસીના રસમાં મીઠું ભેળવી નાકના ફોયણા માં તેમજ ગળામાં રેડવાથી વ્યક્તિ ભાનમાં આવે છે.
 
(8) મીઠું તથા ઘઉંના લોટનું થૂલું ભેળવી પોટલી બનાવી ગરમ કરી શેક કરવાથી સોજો તથા દુખાવાથી રાહત થાય છે.
 
(9) ભૂખ ન લાગતી હોય તો ભોજનના અડધા કલાક પહેલા એક ચમચો આદુના રસમાં થોડું મીઠું ભેળવી પીવાથી બૂખ ઊઘડે છે.
થાક
 
(10) લસણની કળીને વાટી તેમાં મીઠું ભેળવી કુતરાએ બચકુ ભર્યું તે ભાગ પર લેપ લગાડવાથી હડકવાનું સંક્રમણ થવાની શક્યતા નહીંવત રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati