Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેલ્થ કેર - મગજને યુવા રાખે છે માછલીનુ તેલ

હેલ્થ કેર - મગજને યુવા રાખે છે માછલીનુ તેલ
P.R
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માછલી ખાવાથી વ્યક્તિને પોતાના મગજને જુવાન રાખવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આહારમાં 'ઓમેગા 3 ફેટી એસિડ'ની ઉણપને પગલે મગજના સંકોચન અને તેના માનસિક ક્ષયમાં તેજી આવે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે માછલીમાં રહેલું એક મોટું પોષક તત્વ 'ઓમેગા 3 ફેટી એસિડ' ઓછી માત્રામાં લેવાથી મગજ પર અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે આહારમાં તેને ઓછી માત્રામાં લેવાથી યાદશક્તિ પર અસર પડે છે. સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, અનેક કાર્યો એકસાથે કરવા અને વિચારવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

માનવામાં આવે છે કે માછલીના તેલમાંથી મળી આવતો આ પદાર્થ મગજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Share this Story:

Follow Webdunia gujarati