હવે ગુજરાતની અર્બન ફિલ્મો બોક્સ ઓફિસ ગજવી રહી છે. ત્યારે આપણુ ઢોલીવુડ ખરેખર એક નવો રંગ ધારણ કરી રહ્યું છે. નવા કલાકારો અને નવી જ પેઢી સાથે બની રહેલી ફિલ્મો હવે ગુજરાતીઓને પસંદ પડવા માંડી છે. ત્યારે ફરીવાર એક એવી ફિલ્મ આવી છે. જેનું નામ જે પણ કહીશ એ સાચું જ કહીશ છે. એક નવા જ કોન્સેપ્ટ સાથેની ફિલ્મ જેમાં રહસ્ય, આતુરતા, પ્રેમ, સવાલો, જવાબો જેવા દરેક દ્રશ્યો આ ફિલ્મમાં જોવા મળશે. ખરેખર આ ફિલ્મ આ વર્ષની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય.
નૈતિક રાવલ નું નિર્દેશન ખુબજ સુંદર છે. દરેક કલાકારનો અભિનય પણ અદ્ભૂત છે. ગૌરવ પાસવાલા નો અભિનય ખરેખર બીજી પ્રાદેશિક ફિલ્મો કરતાં સાવ અલગ અને મજબૂત છે. સ્નેહા દેવગનીયાનો અભિનય જોઈને એવું લાગતું જ નહોતું કે આ તેની પ્રથમ ફિલ્મ છે. આજ સુધી કોઈ પણ અભિનેત્રીની આટલી સુંદર અને શ્રેષ્ઠ અદાકારી અને એ પણ પહેલી ફિલ્મમાં ક્યારેય નહીં જોવા મળી. ફિલ્મમાં પટકથા અક્ષય પેનીકર અને નૈતિક રાવલ દ્રારા લખવામાં આવી છે. એક પછી એક દ્રશ્યો જોઈને દર્શકોને છેલ્લે સુધી સીટ છોડવાનું મન નાં થાય. આ ફિલ્મનું સંગીત મેહુલ સુરતી દ્રારા ખુબજ સારી રીતે બનાવવામાં આવ્યુ છે. કહેવાય છે ને કે સંગીત વગર કોઈ પણ ફિલ્મ અધૂરી જ ગણાય. આ ફિલ્મમાં માત્ર બે જ ગીતો છે પણ બન્ને ગીતો બહુજ સારી રીતે બનાવવામાં આવ્યાં છે. આ ફિલ્મની બીજી એક સારી વાત એ છે કે આ ફિલ્મમાં પાત્રો ખુબજ ઓછા અને જરુરી પ્રમાણમાં એટ્લે માત્ર ૬ થી ૭ કહી શકાય નિર્માતાઓ એ ખુબજ ઓછા બજેટમાં કહી શકય તેવી પણ મોટા પ્રમાણના બજેટની ફિલ્મોને ટક્કર મારે તેવી રીતે બનાવવામાં આવી છે અને ખરેખર બીજા ફિલ્મ નિર્માતાઓને આ ફિલ્મમાંથી ઘણુ કહી શકાય એવું શીખવા મળશે.
ફિલ્મની શરૂઆત થોડી શાંત થાય છે પણ મઘ્યઅંતર પછી એક ખુબજ નવાજ વળાંકમા કહી શકાય એવી થ્રીલર એકશનની દુનિયા જેમાં ધવલ અને લીઝા ધૂમ મચાવી દે છે. ફિલ્મનો અંત ખુબજ સુંદર લખવામાં આવ્યો છે. આ ફિલ્મ બનાવવા માટે નો એક ખુબજ સુંદર પ્રયાસ ફિલ્મના નિર્માતા રોહનશાહ અને નિર્દેશક નૈતિક રાવલ દ્રારા કરવામાં આવ્યો છે. જે પણ કહીશ એ સાચું જ કહીશ. મિત્રો આ ફિલ્મને એકવાર તૌ જોવી જ પડ્શે કારણકે ગુજરાતી ફિલ્મો હવે અન્ય ફિલ્મોને પાછળ મુકી દે તૌ કોઈ નવાઈ નહીં. તૌ આજે જ જોવા જાઓ અને ગુજરાતી ફિલ્મની આ હરિયાળી ક્રાંતિનાં સહભાગી બનો કારણ કે આપણે એક નવો ઇતિહાસ બનાવવા જઇ રહ્યાં છીએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ જગત માટે.