Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jalaram Jayanti 2024- જલારામ બાપા નો ઇતિહાસ

jalaram
, શુક્રવાર, 8 નવેમ્બર 2024 (10:21 IST)
Jalaram Bapa birth date- કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા. 
 
તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.
 
 રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, બાપા જય શ્રી જલારામ.
 
 તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા
 
એક વાર કોઈ માણસ આવીને જલારામ બાપાને રામજીની મૂર્તિ આપીને કહ્યું કે આ ભગવાન રામ છે એને મળવા એમનો ભક્ત હનુમાનજી થોડા દિવસમાં અહીં જરૂર થી આવશે. જલારામ બાપાએ રામજીની મૂર્તિને સાચવીને પોતાના ઘરમાં સ્થાપિત કરી લીધી અને થોડા દિવસ પછી સાચે એક ચમત્કાર જેમ જ થયુ. જલારામ બાપાના ઘરમાં જ્યાં અનાજની કોઠી મૂકી હતી તે જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું માનવુ છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ આજ સુધી અહીં અનાજ ક્યારેય ખૂટતા નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.

Edited By- Monica sahu 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે છે જલરામ બાપાની જયંતી, જાણો આ મહાન સંત વિશે કેટલીક રોચક વાતો