Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો નિબંધ શું છે અને કેવી રીતે લખાય છે

જાણો નિબંધ શું છે અને કેવી રીતે લખાય છે
, મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (12:31 IST)
"નિબંધ" શબ્દ બે શબ્દોથી મળીને બન્યું છે -નિ+બંધ 
તેનો અર્થ છે કે સારી રીતે બંધાયેલી રચના 
એટલે તે રચના જે વિચારપૂર્વક, ક્રમબંધ રૂપથી લખેલી હોય .
પરિભાષા- નિબંધ એ ગદ્ય રચના છે, જે કોઈ પણ વિષય પર ક્ર્મબદ્ધ રૂપથી લખેલી હોય. 
નિબંધના વિષય 
જીવનના બધા ક્ષેત્રમાં સફળ વિચાર-વિમર્શ માટે અમે શ્રેષ્ઠ નિબંધ લેખનની જરૂરિયાત હોય છે. નિબંધ કોઈ પણ વિષય પર લખી શકાય છે. આજે સામાજિક, આર્થિક, રાજનીતિક અને વૈજ્ઞાનિક વિષયો પર નિબંધ લખાઈ રહ્યા છે. સંસારના દરેક વિષય, દરેક વસ્તુ, વ્ય્કતિ એક નિબંધનો કેંદ્ર થઈ શકે છે. 
નિબંધ કેવી રીતે લખાય- નિબંધની રચના કેવી રીતે કરીએ 
 
સારું નિબંધ લખવાના મુખ્ય નિયમ અને પ્રકાર 
 
1. નિબંધ લખતા પહેલા તે વિષય પર વિચાર કરવું. 
 (અ) નિબંધને પાઈંટસમાં વહેચી લેવું જોઈએ. 
 (બ) આ પોઈંટસના સબપોઈંટમાં વહેચી લેવું. 
 (ક) વધારે નહી તો પ્રસ્તાવના, મધ્ય અને ઉપસંહાર તો હોવું જ જોઈએ. 
2. ભાષા સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. 
3. વિચારને ક્રમબદ્દ રૂપથી સ્પષ્ટ કરવું જોઈએ. 
4. વિચારોની પુનરાવૃતિથી બચવું જોઈએ. 
5. ભાષા સબંધી ભૂલ દૂર કરવી. 
6. લખ્યા પછી તેને વાંચવું અને તેમાં જરૂરી સુધાર કરવું જોઈએ. 
7. જો સમય હોય તો તેને ફરીથી સુંદર સુવાચ્ય અક્ષરોમાં લખવું. 
8. કોઈ ઉપયુક્ત કથન હોય તો તેને યોગ્ય સ્થાન જોડવું. 
 
યાદ રાખો 
1. નિબંધ પરીક્ષા કૉપીના બે કે ત્રણ પેજથી વધારે ન હોય 
2. પાઈટ વાઈજ એટલે શીર્ષકમાં લખવું 
3. શીર્ષકને અંડરલાઈન કરવી ન ભૂલવું 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે